ક્રિકેટ સાથે સાથે સારી આર્ટિસ્ટ છે આ ભારતીય મહિલા ક્રિકેટર
ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્ઝની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. જેમિમા ક્રિકેટ સાથે સાથે કલાના ક્ષેત્રમાં પણ આગળ વધી રહી છે.
નવી દિલ્હી : આ દિવસોમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ રમી રહી છે. વર્લ્ડકપ બાદ ભારતમાં પહેલી વુમન્સ પ્રિમિયર લીગ શરૂ થવા જઈ રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે ભારતની મહિલા ક્રિકેટરોની ચર્ચા થઈ રહી છે. આ ચર્ચામાં એક નામ જેમિમા રોડ્રિગ્ઝ પણ છે. ભારતીય ટીમની આ મલ્ટી ટેલેન્ટેડ મહિલા ક્રિકેટરનું હાલમાં જ સોંગ રિલિઝ થયુ છે. આ સિવાય તે મેદાન પર છક્કા ચોક્કાનો વરસાદ કરવા માટે જાણીતી છે. હવે ક્રિકેટ ફેન્સ તેના વિશે સર્ચ કરી રહ્યા છે.


જેમિમા રોડ્રિગ્ઝ સારી સિંગર છે
જેમિમા રોડ્રિગ્ઝ ક્રિકેટના મેદાન સાથે કલાની દુનિયામાં પણ જાણીતી છે. હાલમાં જ તેને અપારશક્તિ ખુરાના સાથે સોંગ ગાયુ છે. જેમિમા રોડ્રિગ્ઝ તેના ક્રિકેટ કરીયર સાથે સાથે મેદાન પર પણ પોપ્યુલર છે.

જેમિમા રોડ્રિગ્સ તેના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે
ક્રિકેટના મેદાનમાં જેમિમા રોડ્રિગ્સ તેના પ્રદર્શનને કારણે ચર્ચામાં રહે છે. જેમિમા ભારતની નોંધપાત્ર મહિલા ક્રિકેટર છે. તેની મોટી ફેન ફોલોઈંગ છે. તે છક્કા ચોક્કાનો વરસાદ કરવા માટે જાણીતી છે.
અપારશક્તિ સાથે ગાયેલું સોંગ રિલિઝ થયુ છે
હાલમાં જ જેમિમાએ તેના અપારશક્તિ સાથે ગાયેલા સોંગને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. જેમિમાના ફેન્સ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ફેન્સ સોંગને લઈને ઈન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઘણી વખથ પોતાના ગિટાર સાથે જોવા મળે છે
જેમિમા ઘણી વખથ પોતાના ગિટાર સાથે જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર પણ ગિટાર સાથેના ફોટો છે. જેમિમા ફોરેન ટુર દરમિયાન ગિટાર સાથે લઈને જાય છે. તનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જેમિમા ટીમ સાથે બસમાં ગીત ગાતી દેખાઈ હતી.

જેમિમા એક સારી એન્ટરટેઈનર છે
જેમિમા સફળ ક્રિકેટર સાથે સાથે એક સારી એન્ટરટેઈનર પણ છે. મેચ ન હોય ત્યારે જેમિમા બહાર જાય છે. જેમિમા તેના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ તેના ઘણા ફોટો છે.

જેમિમા બિંદાસ્ત વ્યક્તિત્વ ધરાવે છે
જેમિમા બિંદાસ્ત વ્યક્તિત્વ ધરાવે છે. ટીમના અન્ય મેંમ્બર સાથે તેના સારા સંબંધો છે. હાલ જેમિના T20 વર્લ્ડ કપ રમી રહી છે. જેમિમા ભારતીય ટીમની મહત્વની ખેલાડી છે.












Click it and Unblock the Notifications
