એંડરસને કહ્યું, હાં મે ક્લાર્કની ધોલાઇ કરી હતી

એંડરસને પોતાના પુસ્તક 'જિમ્મીઃ માય સ્ટોરી'માં કહ્યું છે કે તેને ક્લાર્ક ઘણો જ ઘમંડી લાગતો હતો અને તેથી એડિલેડ ટેસ્ટ પહેલા તેમણે ડ્રેસિંગ રૂમમાં ક્લાર્કની ક્રિકેટર્સ પેડથી ધોલાઇ કરી હતી.
એંડરસને તેના અને ક્લાર્ક વચ્ચેના એ હાદસાને રજૂ કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના બધા ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી દરમિયાન એકદમ નમ્ર સ્વભાવના હતા પરંતુ ક્લાર્ક તેનાથી અલગ હતા. ક્લાર્ક ઘણા જ અકડુ સ્વભાવનો હતો અને બધાથી અલગ રહેતો હતો. બ્રિટિશ ખેલાડીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીને પહેલીવાર 1990માં લંકાશાયર લીગમાં મળ્યાં હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન ક્લાર્કની વર્તણૂકથી મને ઘણો ગુસ્સે થયા હતા.
એંડરસને કહ્યું કે, હું ડેમિયન માર્ટિન સાથે બેઠો હતો અને મારા પગ તરફ જોઇ રહ્યો હતો. મે તેને કહ્યું કે હું પેડ્સને ક્લાર્કના માથા પર મારવા માંગુ છું. તેમણે કહ્યું કે, માર્ટિને મને કહ્યું કે તો પછી આવું જ કર. મે તેને બીજી વખત પૂછ્યું, ખરેખર. ફરી માર્ટિને કહ્યું, હાં. મે પહેલેથી ઘણી બીયર પીને રાખી હતી. તેવામાં મે મારું પેડ ઉપાડ્યુ અને ક્લાર્કની તેનાથી ધોલાઇ કરી દીધી. તે રૂમમાં બેઠેલા બધા મને એકીટસે જોવા લાગ્યા. થોડાક સમય માટે ત્યાં શાંતિ છવાઇ ગઇ, કોઇને કંઇ સમજાતું નહોતું.
એંડરસને કહ્યું કે, એ સાંજે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્ટિનનો મેથ્યુ હેડન સાથે પણ વિવાદ થયો હતો અને તેના બે દિવસ પછી તેમમે ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
