ઉર્વશી રૌતેલા બાદ વધુ એક ભારતીય અભિનત્રી PAK બોલર નસીમ શાહ પર ફિદા થઈ, ખુલ્લેઆમ પ્રેમનો ઈઝહાર કર્યો!
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ એશિયા કપ 2022માં ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. નસીમ શાહે અફઘાનિસ્તાન સામે બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર નસીમ શાહ એશિયા કપ 2022માં ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. નસીમ શાહે અફઘાનિસ્તાન સામે બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી, ત્યારથી તેની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. હવે આ યાદીમાં એક ભારતીય અભિનેત્રીનું નામ પણ જોડાઈ ગયું છે. જેણે સોશિયલ મીડિયા પર નસીમના જોરદાર વખાણ કર્યા છે.

નસીમ શાહ પર ફિદા થઈ સુરભી જ્યોતિ
ભારતીય ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહની ફેન બની ગઈ છે. સુરભી જ્યોતિએ ટ્વીટ કરીને નસીમ શાહના વખાણ કર્યા છે.

ટ્વિટ કરી વખાણ કર્યા
સુરભી જ્યોતિએ પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ બાદ નસીમ શાહ માટે ટ્વિટ કરીને લખ્યું, પાકિસ્તાનને ચોક્કસપણે એક હીરો મળી ગયો છે.

સુરભીએ ખુલ્લેઆમ વખાણ કર્યા
તમને જણાવી દઈએ કે સુરભી જ્યોતિ ટીવી સીરિયલ નાગીનની અભિનેત્રી છે. આ પહેલા તે કુબૂલ હૈ સિરિયલમાં પણ જોવા મળી હતી, અહીંથી તેને ઓળખ મળી હતી.

સુરભી જાણીતી અભિનેત્રી છે
સુરભી જ્યોતિએ સિરિયલો સિવાય બોલિવૂડમાં પણ કામ કર્યું છે. સુરભી જ્યોતિએ ફિલ્મ 'ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Pakistan has definitely got a gem...#NaseemShah 💯#AsiaCup2022
— Surbhi Jyoti (@SurbhiJtweets) September 7, 2022
આ પહેલા ઉર્વર્શી પણ ચર્ચામાં આવી હતી
તાજેતરમાં ભારતીય ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પણ ઈન્સ્ટાગ્રામ રીલમાં એક વીડિયો શેર કરીને નસીમ શાહના વખાણ કર્યા હતા. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.












Click it and Unblock the Notifications
