તો શું સાનિયા-શોએબના થઇ જશે તલાક, તલાક, તલાક...?
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: ફરી એકવાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું લગ્નજીવન ચર્ચામાં છે. સમાચાર આવી રહ્યાં છે કે સાનિયા અને તેમના પતિ શોએબ મલિકની વચ્ચે હવે બધુ બરાબર ચાલી રહ્યું નથી. બંનેના લગ્ન ખતરામાં છે, જો કે બંને તરફથી ખુલીને આ મુદ્દે કંઇ કહેવામાં આવ્યું નથી પરંતુ બંનેના હાવભાવ જોઇને લાગી રહ્યું છે કે બંને વચ્ચે હવે સંબંધ નોર્મલ નથી.
જો કે તાજેતરમાં જ આઇટીપીએલના બધા ફોટા સાનિયાએ ટ્વિટર પર પોસ્ટ કર્યા છે પરંતુ તેમાંથી એકપણ ફોટો તેમના પતિ શોએબ મલિકનો નથી અને ના તો તેમની કોઇ કોમેંટ હતી. જ્યારે અંગે શોએબ મલિકને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ એકદમ સંક્ષિપ્ત હતો, તેમણે કહ્યું કે આ વાત સાનિયા મિર્ઝાને પૂછશો તો સારી રહેશે. પરંતુ જ્યારે સાનિયા મિર્ઝાને પ્રશ્ન કરવામાં આવ્યો ઓ સાનિયા મિર્ઝાએ કોઇ જવાબ આપ્યો નહી.

સાનિયા મિર્ઝા દ્વારા હંમેશા કહેવામાં આવ્યું છે કે મીડિયા હંમેશા તેમના અંગત સંબંધોને લઇને વાત કરે છે પરંતુ શું કહેવામાં આવે બંને કામ જ એવું કરે છે. આમ તો અત્યારે સાનિયા મિર્ઝા આ મામલે કંઇ બોલી રહી નથી તો બીજી તરફ શોએબ મલિક અભિનેત્રી હુમૈમા મલિકને લઇને ખૂબ ચર્ચામાં છે, લેટનાઇટ પાર્ટીમાં પણ બંનેને સાથે જોઇ શકાય છે જેના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે સાનિયા-શોએબની વચ્ચે અંતરનું કારણ હુમૈમા તો નથી જવા દો જે પણ હોય મોટી વાત એ છે કે કદાચ સાનિયા-શોએબના સંબંધમાં તિરાડ આવી ગઇ છે.
તો શું દૂર થઇ જશે સાનિયા અને શોએબ?
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં જ્યારથી સાનિયા-શોએબની સાથે નિકાહ પઢવામાં આવ્યા છે ત્યારથી બંને પોતાના રિલેશનને લઇને ભારત અને પાકિસ્તાન બંને જગ્યાએ મીડિયામાં છવાયેલા રહે છે. જેના લીધે બંનેએ ઘણી મીડિયાને ભાંડ્યું છે. સાનિયા મિર્ઝાના શોએબ સાથે પ્રથમ લગ્ન છે, તો બીજી તરફ
સાનિયા શોએબની બીજી પત્ની છે.












Click it and Unblock the Notifications
