Asian Games 2023 : માત્ર 15 રનમાં પુરી ટીમ પેવેલિયન પરત ફરી, 172 રનથી શરમજનક હાર
ચીનમાં યોજાઈ રહેલા એશિયન ગેમ્સમાં ક્રિકેટના મેદાન પરથી શરમજનક રેકોર્ડ સામે આવ્યો છે. અહીં એક ટીમ માત્ર 15 રન બનાવીને પેવેલિયન પરત ફરી ગઈ.
ઈન્ડોનેશિયાની મહિલા ક્રિકેટ ટીમે મંગોલિયા સામેની પ્રથમ મેચમાં શાનદાર જીત મેળવી છે. મંગોલિયન ટીમ નિરાશાજનક પ્રદર્શન કર્યું અને 172 રનથી શરમજનક હાર નોંધાવી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ઈન્ડોનેશિયાની ટીમની શરૂઆત સારી રહી. વિકેટકીપર મહિલા બેટ્સમેન ની પુતુ આયુ નંદા સાકારિની અને ની લુહ ડેવીએ પ્રથમ વિકેટ માટે 106 રનની મજબૂત ભાગીદારી કરી ટીમને શાનદાર શરૂઆત અપાવી. ટીમ માટે ની લુહ ડેવીએ માત્ર 48 બોલમાં સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. આમ ઈન્ડોનેશિયાની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા.
188 રનનો પીછો કરવા ઉતરેલી મંગોલિયાની ટીમ માત્ર 15 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. મોંગોલિયન ટીમના સાત ખેલાડીઓ ખાતું પણ ન ખોલાવી શક્યા. 7 ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા તો બે ખેલાડીઓ એક-એક રન બનાવવામાં સફળ રહ્યા. એક બેટ્સમેને 3 રન બનાવ્યા. ટીમ માટે બટજરગલ ઇચિનખોરલુએ સૌથી વધુ 5 રન બનાવ્યા. આ મેચમાં ટીમને 172 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો.












Click it and Unblock the Notifications
