Asian Games : રોઈંગ અને શુટિંગમાં ભારતની સિલ્વર મેડલ સાથે શરૂઆત
ચીનમાં યોજાઈ રહેલા એશિયન ગેમ્સમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતે રોઈંગ અને શુટિંગમાં સિલ્વર મેડલ સાથે શરૂઆત કરી છે.
24 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેડલ ઈવેન્ટમાં ભારતે સારી શરૂઆત કરી છે. ભારતને શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો છે.

આજે ભારત તરફથી મેહુલી ઘોષ, રમિતા અને આશી ચોકસીએ 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો. આ પછી રોઇંગમાં ભારતના ખાતામાં બીજો મેડલ આવ્યો.
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે રોઈંગમાં સિલ્વર મેડલ જીત્યા છે. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ ફાઇનલમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.
મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા બાદ આશી ચૌકસીએ જણાવ્યુ કે, અમારા માટે આ ગર્વની ક્ષણ છે કે એશિયન ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. અમે તૈયાર હતા અને વિશ્વાસ હતો કે અમે મેડલ મેળવીશું. એર રાઈફલ માટે આ મારો પહેલો મેડલ છે. મેડલ મેળવીને હું ખુશ છું.
એશિયન ગેમ્સ 2023માં પ્રથમ દિવસની શરૂઆતથી જ ચીનનો દબદબો રહ્યો છે. ચીને રોઈંગ ઈવેન્ટમાં અત્યાર સુધીમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા છે જ્યારે વુશુમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે અત્યાર સુધી ગોલ્ડ મેડલ જીતનાર ચીન એકમાત્ર દેશ છે.
અત્યાર સુધીની ભારતની સફર
સિલ્વર મેડલ : શૂટિંગ - મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારતની રમિતા, મેહુલી ઘોષ અને ચોક્સી (ટીમ).
સિલ્વર મેડલ: રોઈંગ - પુરુષોની હળવા વજનના ડબલ સ્કલ્સમાં ભારતના અર્જુન લાલ જાટ અને અરવિંદ.
રોઇંગ : ભારતની કિરણ અને અંશિકા ભારતી મહિલાઓની લાઇટવેઇટ ડબલ સ્કલ્સમાં 9મા સ્થાને રહી.
રોઈંગ : ભારતના સતનામ સિંઘ અને પરમિન્દર સિંહ પુરુષોની ડબલ સ્કલ્સમાં છઠ્ઠા સ્થાને રહ્યા.












Click it and Unblock the Notifications
