કોમામાં જતા રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યૂજનું નિધન
સિડની, 27 નવેમ્બરઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યૂજને મેચ દરમિયાન માથાના ભાગે ગંભીર ઇજા થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, જેનું આજે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું છે. હ્યૂજને શેફીલ્ડ શીલ્ડ મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે એક બાઉન્સર બોલ માથાના ભાગે વાગ્યો હતો. ત્યારબાદ તેને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજે તેનું નિધન થયું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી તેણે 26 ટેસ્ટ મેચો રમી હતી, જેમાં 1535 રન બનાવ્યા હતા, જેમાં તેણે ત્રણ સદી લગાવી હતી. ટેસ્ટ કારકિર્દીમાં 161 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે. હ્યૂજના નિધન બાદ આખો ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
