ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે છઠ્ઠી વખત જીત્યો વિશ્વકપ
મુંબઇ, 19 ફેબ્રુઆરીઃ ભારતમાં રમાયેલા મહિલા વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડિઝને 114 રનથી હરાવીને છઠ્ઠી વખત વિશ્વકપ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઇમાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 50 ઓવરમાં 259 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી જેસ કેમરોને 75 અને રશેલ હેંસે 52 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ આઇસીસી મહિલા વિશ્વકપ છઠ્ઠી વખત જીતવાનું ગૌરવ હાંસલ કર્યા. લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ ક્યારેય પણ સ્પર્ધામાં જણાતી નહોતી અને ત્યારબાદ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ વિશ્વકપમાં પ્રારંભથી શ્રેષ્ઠ ફોર્મમાં રહી અને પોતાના વિરોધી ટીમ પર મોટા અંતરથી જીત હાંસલ કરી.












Click it and Unblock the Notifications
