For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા સરકારના ફરમાનથી બબીતા ફોગાટ નારાજ

હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલ એક નોટીફિકેશનમાં રાજ્યના ખેલાડીઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાની જાહેરાત વગેરેની કમાણીનો 33% ભાગ હરિયાણા સ્પોર્ટ્સ એકેડમી કાઉન્સિલમાં જમા કરાવે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં રમતગમતની સ્થિતિ પર જો નજર નાખીએ તો દરેક રમતમાં ખેલાડીઓને પોતાનું બળ દુનિયા સામે બતાવવુ પડે છે. તેમાં જો કોઈ એક રાજ્યની વાત કરીએ તો હરિયાણાનો આમાં કોઈ તોડ નથી. દરેક રમતમાં અહીંના ખેલાડીઓએ પોતાનું નામ આખી દુનિયામાં રોશન કર્યુ છે. જો કે હરિયાણામા સરકાર દ્વારા જારી કરાયેલ એક ફરમાન હવે હરિયાણાના ખેલાડીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

babita

સરકાર દ્વારા જારી કરાયેલ એક નોટીફિકેશનમાં રાજ્યના ખેલાડીઓને કહેવામાં આવ્યુ છે કે તે પોતાની જાહેરાત વગેરેની કમાણીનો 33% ભાગ હરિયાણા સ્પોર્ટ્સ એકેડમી કાઉન્સિલમાં જમા કરાવે. ઉલ્લેખનીય છે કે તેમાં કહેવામાં આવ્યુ કે આ પૈસા રમતગમતના વિકાસમાં લગાવવામાં આવશે. આના પર હરિયાણા સરકારના મુખ્ય સચિવનું નામ જારીકર્તાના રૂપમાં શામેલ છે. આ નોટિફિકેશન 30 એપ્રિલના રોજ જારી કરવામાં આવ્યુ હતુ. આના પર ખેલાડીઓએ ખાસી નારાજગી દર્શાવી છે અને જાણીતી રેસલર બબીતા ફોગાટે પણ આકરી પ્રતિક્રિયા આપી છે. વળી, સુશીલ કુમારે પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

બબીતાએ આ રીતે દર્શાવી પ્રતિક્રિયા

હરિયાણા સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા હરિયાણાની ધાકડ દીકરી બબીતાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે સરકારનો આ નિર્ણય એકદમ ખોટો અને અન્યાયપૂર્ણ છે કારણકે તેમને ખબર નથી કે ખેલાડી કેટલી મુશ્કેલીથી પૈસા કમાય છે. એમાં તે કેવી રીતે ખેલાડીઓને પૈસા માટે કહી શકે. એમાં પણ જો અમે એક તૃતીયાંશ પૈસા સરકારને આપી દઈશુ તો અમારી પાસે શું રહેશે. બબીતાએ કહ્યુ કે સરકારના આ નિર્ણયનું હું સમર્થન નથી કરતી.

સુશીલ કુમારે પણ કરી નિંદા

સુશીલ કુમારે સરકારના આ નિર્ણય પર કહ્યુ કે સરકારે આના પર પોતાનું વલણ બદલવુ જોઈએ. તેમણે સીનિયર ખેલાડીઓની એક સમિતિ બનાવવી જોઈએ અને તેમની પાસેથી આ વિશે વિચારો જાણવા જોઈએ. સુશીલ કુમારે કહ્યુ કે આવો નિર્ણય ખેલાડીઓના પ્રદર્શન અને મનોબળ બંને પર અસર કરશે.

English summary
babita phogat slams yaryana government decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X