Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર, લિટલ માસ્ટર સહિતના અનેક હુલામણા નામથી જાણીતા ભારતીય ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો આજે 40મો જન્મ દિવસ છે. સચિનના આ જન્મદિવસની ઉજવણી દેશભરના તમામ તેના ફેન્સ અને ક્રિકેટ ચાહકો કરી રહ્યાં છે, ત્યારે અમે અહીં સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી શાનદાર અને કદી ના ભૂલાય તેવી ઇનિંગ્સમાની 40 ઇનિંગ અંગે અહીં તસવીરો થકી જણાવી રહ્યાં છે.

સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 198 ટેસ્ટ અને 463 વનડે રમી છે. જેમાં તેણે 100 જેટલી સદી ફટકારી છે, ટેસ્ટ ક્રિકેટમાં તેણે 15,837 અને વનડે ક્રિકેટમાં તેણે 18,426 રન બનાવ્યા છે, જે અત્યારસુધીના ક્રિકેટ ઇતિહાસમાં સર્વાધિક છે. આ ઉપરાંત સચિનના નામે અનેક સિદ્ધિઓ પણ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ સચિનની 40 યાદગાર ઇનિંગ્સ.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

200 અણનમ દક્ષિણ આફ્રિકા સામે

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ત્રણ છગ્ગા અને 25 ચોગ્ગાની મદદથી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. તેણે 136.05ની સ્ટ્રાઇક રેટથી માત્ર 97 બોલમાં અણનમ 200 રન ફટકાર્યા હતા.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 175 રનની ઇનિંગ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ કરેલા 350 રનના જવાબમાં સચિને શાનદાર ઇનિંગ રમી હતી, જોકે ભારત આ મેચ જીતી શક્યું નહોતું. સચિને 124.11ની સ્ટ્રાઇક રેટ સાથે 175 રનની ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 143 રનની ઇનિંગ

સારજાહ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સચિને 131 બોલમાં પાંચ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા. આ મેચ ભારત હારી ગયું હતું પરંતુ સચિનની ઇનિંગની મદદથી ભારત ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલીફાય થઇ ગયું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 134 રનની અણનમ ઇનિંગ

1998માં રમાયેલી આ મેચ દરમિયાન સચિન તેંડુલકરનો 25મો જન્મદિવસ હતો. સચિને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 134 રન બનાવ્યા હતા અને ભારત આ મેચ છ વિકેટથી જીતી ગયું હતું.
સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ન્યૂઝીલેન્ડ સામેની 82 રનની ઇનિંગ

1994માં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સચિને પોતાની અદભૂત ક્રિકેટ કુશળતાના દર્શન વિશ્વ ક્રિકેટને કરાવ્યા હતા. સચિને આ મેચમાં 49 બોલમાં 82 રન ફટકાર્યા હતા અને ભારતને વિજયી બનાવ્યું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

પાકિસ્તાન સામે 98 રનની ઇનિંગ
2003માં રમાયેલા વિશ્વકપની નિહાળવાલાયક મેચોમાની આ એક મેચ હતી. જેમાં સચિને 98 રનની ઇનિંગ રમીને ભારતને પાકિસ્તાન સામે વિજયી બનાવ્યું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં 241 રનની અણનમ ઇનિંગ

આ મેચ રમાઇ ત્યારે સચિન આઉટ ઓફ ફોર્મ હતો અને તેણે અચાનક જોરદાર ફોર્મ મેળવીને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અણનમ 241 રનની ઇનિંગ રમીને લોકોના મોઢા સીવી દીધા હતા.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં 155 રનની ઇનિંગ

સચિને 2001માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન 84.23ની સ્ટ્રાઇક રેટ સાથે માત્ર 184 બોલમાં 155 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે આ મેચ દક્ષિણ આફ્રિકા નવ વિકેટથી જીતી ગયું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સૌથી યુવા ટેસ્ટ સદી

1990માં સચિન તેંડુલકરે માત્ર 17 વર્ષની ઉમરે અણનમ 119 રનની ઇનિંગ રમી હતી. જે ટેસ્ટ ક્રિકેટની સૌથી યુવા ટેસ્ટ સદી ઘોષિત કરવામાં આવી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

111ની ઇનિંગ અને ટેસ્ટમાં 1000 રન

1992માં 19 વર્ષ અને 217 દિવસની વયે સચિન તેંડુલકરે 111 રનની ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

1993માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતમાં પહેલી સદી

1993માં મદ્રાસ ખાતે રમાયેલી મેચમાં સચિને ભારતમાં પહેલીવાર ઇંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારતા 165 રન બનાવ્યા હતા. જેમાં તેણે 24 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

શ્રીલંકામાં પહેલી સદી

1993માં સચિને બીજી ઇનિંગમાં 104 રનની ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર શ્રીલંકા સદી ફટકારી હતી. આ મેચમાં ભારતે પહેલીવાર શ્રીલંકામાં ટેસ્ટ વિજય નોંધાવ્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

1994માં વિજયી સદી

1994માં લખનઉ ખાતે રમાયેલી મેચમાં શ્રીલંકા સામેના વિજયમાં સચિને 142 રનની ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી સદી

1994માં સચિને નાગપુર ખાતે 179 રનની ઇનિંગ રમતા વેસ્ટ ઇન્ડિઝ ખાતે પહેલી સદી ફટકારી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

1996માં 122 રનની ઇનિંગ

1996માં ઇડેગ્બેસ્ટનમા રમાયેલી એક ટેસ્ટની બીજી ઇનિંગમાં એક પણ ખેલાડી 20 રન સુધી નહોતો પહોંચી શક્યો ત્યારે સચિને 219 બોલનો સામનો કરીને 122 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

177 રનની ઇનિંગ

1996માં રમેલી 177 રનની ઇનિંગની મદદથી સચિન તેંડુલકર વિસ્ડનનો ક્રિકેટર ઓફ ધ યર થવામાં સફળ નીવડ્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

1997માં 169 રનની ઇનિંગ

મહોમ્મદ અઝહરુદ્દિન સાથે 1997માં સચિન તેંડુલકરે ન્યુલેન્ડ્સમાં 169 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં 40 ઓવરમાં ઉક્ત બન્ને ખેલાડીએ 222 રન ઉમેર્યા હતા.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

શ્રીલંકા સામે 143 રનની ઇનિંગ

1997માં પ્રેમદાસા સ્ટેડિયમમાં સચિનની 143 રનની ઇનિંગની મદદથી ભારત શ્રીલંકા સામે આઠ વિકેટના નુક્સાને 537 પર દાવ ડિક્લેર કરવામાં સફળ રહ્યું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 155 રનની ઇનિંગ

1998માં વોર્ન જેવા ઘાતક સ્પિન બોલર્સની સામે સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 155 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

1998માં સચિનની ઓસ્ટ્રેલિયા સામે 177 રનની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામે 1998માં રમાયેલી બેંગ્લોર ખાતેની ટેસ્ટ મેચમાં સચિને 281 બોલનો સામનો કરીને 177 રનની ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

પાકિસ્તાન સામે 136 રનની ઇનિંગ

1999માં ચેન્નાઇ ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં સચિનની 136 રનની ઇનિંગની મદદથી ભારત વિજય મેળવવામાં સફળ રહ્યું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ન્યુઝીલેન્ડ સામે 126 રનની ઇનિંગ

1999માં મોહાલી ખાતેની ટેસ્ટમાં સચિને ન્યુઝીલેન્ડ સામે અણનમ 126 રનની ઇનિંગ રમી હતી અને ભારતે ત્રણ વિકેટના નુક્સાને 505 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની પ્રથમ બેવડી સદી

1999માં સચિને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ બેવડી સદી નોંધાવી હતી. આ તેની 71મી ટેસ્ટ મેચ હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની 116 રનની ઇનિંગ

1999માં રમાયેલી ટેસ્ટમા ભારત જ્યારે 180 રનમાં પડી ભાંગ્યુ હતું ત્યારે સચિને 238 બોલનો સામનો કરીને 116 રનની ઇનિંગ રમી ભારતની લાજ રાખી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઝિમ્બાવ્વે સામે અણનમ 201 રન

2000માં પોતાની આંતરરાષ્ટ્રીય 50મી સદી ફટકારતા સચિને અણનમ 201 રનની ઇનિંગ ઝિમ્બાવ્વે વિરુદ્ધ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઓસ્ટ્રેલિયા સામેની વિનિંગ ઇનિંગ

ચેન્નાઇ ખાતેની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને વિજય અપાવવા માટે સચિને 126 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

2001માં 155 રનની ઇનિંગ

28 વર્ષની ઉમરે સચિને 2001માં શાનદાર 155 રનની ઇનિંગ રમીને 7000ના રન બનાવનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

વેસ્ટ ઇન્ડિઝમાં પ્રથમ સદી

2001માં વેસ્ટ ઇન્ડિઝ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર પોતાની પ્રથમ સદી નોંધવાતા સચિને 117 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતનો 37 રનથી વિજય થયો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

99મી ટેસ્ટમાં 193 રનની ઇનિંગ

2002માં હેડિગંલેમાં રમાયેલી ટેસ્ટમાં સચિને 193 રનની ઇનિંગ રમીને ભારતને ઇનિંગ અને 46 રનથી વિજય અપાવ્યો હતો. આ તેની કારકિર્દીની 99મી ટેસ્ટ હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

2002માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ઇનિંગ

2002માં કોલકતા ખાતે રમાયેલી મેચમાં સચિને શાનદાર ઇનિંગ રમીને ભારતને વિજયની બનાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. આ મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ હતી અને સચિને પોતાના ટીકાકારોને તમતમતો જવાબ આપ્યો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

મુલતાનમાં 194 રનની ઇનિંગ

મુલતાન ખાતે રમાયેલી ટેસ્ટમાં સચિન તેંડુલકરે શાનદાર 194 રનની ઇનિંગ રમી હતી જો કે રાહુલ દ્રવિડે દાવ ડિક્લેર કરતા એક વિવાદ સર્જાયો હતો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઢાકામાં 248 રન

2004માં ઢાકા ખાતેની ટેસ્ટમાં સચિને 248 રનની ઇનિંગ રમી હતી જે તેની ટેસ્ટ કારકિર્દીનો સર્વાધિક સ્કોર હતો. આ સાથ જ તેણે સુનિલ ગાવસ્કરના સૌથી વધુ ટેસ્ટ સદીના રેકોર્ડની બરાબરી કરી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

શ્રીલંકા સામે 109 રન

2005માં સચિને કોટલા ખાતે શ્રીલંકા વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમીને એક વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો. તેણે 35મી સદી ફટકારી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

2007માં 17 મહિના બાદ સદી

ચિત્તાગોંગ ખાતે રમાયેલી મેચમાં સચિને 17 મહિના 10 ટેસ્ટ અને 17 ઇનિંગ બાદ 101મી સદી ફટકારી હતી, 35મી સદી બાદ ઘણા લાંબા અંતર બાદ આ ટેસ્ટ સદી તેણે ફટકારી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

2008માં અણનમ 154 રન

2008માં સચિને અણનમ 154 રન ફટકાર્યા હતા. એ સમયે મેદાનમાં એવું બોર્ડ જોવા મળ્યું હતું કે જ્યારે સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમે કોઇપણ ગુન્હો કરી શકો છો.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ડોન બ્રેડમેનના હોમ ગ્રાઉન્ડમાં સદી

2007-08 ડોન બ્રેડમેનના હોમ ગ્રાઉન્ડ એડિલેડ ઓવેલમાં સચિને 153 રનની ઇનિંગ રમીને સદી ફટકારી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સૌરવની અંતિમ ટેસ્ટમાં સચિનની સદી

ભારતના સફળ સુકાનીઓમાના એક એવા સૌરવ ગાંગુલીની અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન સચિને 109 રનની ઇનિંગ રમી હતી. આ મેચ 2008માં નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ઇંગ્લેન્ડ સામે 103 રન

2008માં મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ચેન્નાઇ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે સચિને 103 રનની શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

હેમિલ્ટનમાં વિજયી ઇનિંગ

2009માં હેમિલ્ટન ખાતે 160 રનની ઇનિંગ રમીને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ શ્રેણી ભારત જીતી ગયું હતું.

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

સચિનની સિદ્ધિઓના ખજાનામાં છૂપાયેલી 40 યાદગાર ઇનિંગ

ટેસ્ટ ડ્રો કરવામાં સફળ

મોટેરા ખાતેની શ્રીલંક સામેની ટેસ્ટ મેચમાં અણનમ 100 રન ફટકારીને ટેસ્ટ ડ્રો કરવામાં સચિન સફળ રહ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X