ચેમ્પિયન્સ ટ્રોફી: ભારત-પાક મેચમાં વરસાદ બન્યો વિલન

બર્મિઘમ, 15 જૂન: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શનિવારે બર્મિઘમના એઝબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચ વરસાદના કારણે અટકાવવામાં આવી છે. વરસાદ થયો ત્યાં સુધી પાકિસ્તાને 19 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 70 રન બનાવી દિધા હતા અને કેપ્ટન મિસ્બાહ ઉલ હક પાંચ રન તથા અસદ શફીક 14 રન બનાવીને પીચ પર રમી રહ્યાં હતા. ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા માટે ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆતથી દબાણમાં જોવા મળતી હતી અને પહેલી વિકેટ ત્રીજી ઓવરના ત્રીજા બોલમાં નાસિર જમશેદ (2)ના રૂપમાં પડી હતી. ભુવનેશ્વર કુમારે ફેકેલી આ ઓવર મેડન વિકેટ ઓવર રહી હતી.

ચાર રના કુલ યોગ પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાને સંભાળીને રમવાનું શરૂ કર્યું અને બીજી વિકેટ માટે કામરાન અકમલ (21) અને મોહંમદ હાફિજ (27) રન ફટકારી કુલ 46 રન ભાગીદારી બનાવી હતી. ભુવનેશ્વર કુમારે 13મી ઓવરના પ્રથમ બોલમાં હાફિજની વિકેટ ઝડપી પાડી હતી. હાફિજે 31 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.

team-india

વરસાદના કારણે મેચ બંધ થતાં પહેલાં રવિચંદ્રન અશ્વિને ત્રીજી વિકેટ ઝડપી પાડી હતી. અશ્વિને 16મી ઓવરમાં પ્રથમ બોલમાં અકમલને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

બંને ટીમોની ટૂર્નામેંટમાં આ ત્રીજી મેચ છે તથા ભારત પહેલાંથી બે મેચ જીતીને ટૂર્નામેંટની સેમીફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે તો બીજી તરફ પાકિસ્તાન બંને મેચ હારીને ટૂર્નામેંટની બહાર થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વરસાદના કારણે 12મી ઓવર પછી રમત રોકવામાં આવી હતી ત્યારે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટના નુકસાન પર 50 રનનો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X