• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આજે આ આઠ ખેલાડીઓ પર હશે ક્રિકેટ ચાહકોની નજર

|

આજથી ચેમ્પિયન્સ લીગ ટી20નો પ્રારંભ થઇ રહ્યો છે. પહેલી મેચ આઇપીએલ ચેમ્પિયન કોલકતા નાઇટ રાઇડર્સ અને 2010મા ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતનારી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. ચેમ્પિયન્સ લીગની આ પહેલી મેચ પર બધાની નજર છે કારણ કે આ મેચ આઇપીએલની બે દિગ્ગજ ટીમો વચ્ચે છે ત્યારે એ જોવા બધા જ ઉત્સુક હશે કે કોણ વિજયી થશે અને કઇ ટીમના કયો વિસ્ફોટક ખેલાડી જમાવટ કરી દેશે.

બન્ને ટીમોના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર અનુભવી છે. બન્નેએ ટી20 ક્રિકેટમાં શાનદાર સફળતા મેળવી છે. ફેન્સને આશા છેકે તેઓ પોતાનું ફોર્મ મેળવી લે. તાજેતરમાં ઇંગ્લન્ડમાં ધોનીએ વનડે શ્રેણી દરમિયાન થોડોક ઝલવો દેખાડ્યો હતો, પરંતુ ટેસ્ટ શ્રેણીમાં અસફળ રહેનાર ગંભીર પાસે ક્રિકેટના નાના રૂપમાં ફોર્મ પરત મેળવવા માટે આ સારી તક છે. બન્નેના નેતૃત્વમાં પણ જમીન આકાશનો તફાવત છે. એક તરફ ગંભીર આક્રમક વલણ માટે જાણીતો છે તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સના સુકાની ધોનીના શબ્દો ઓછા અને રણનીતિ વધારે પ્રભાવ છોડે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આજે કયા કયા ખેલાડીઓ પર ક્રિકેટ ચાહકોની નજર હશે.

આ પણ વાંચોઃ- CLT20: કોના નામે છે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ?

આ પણ વાંચોઃ- મનપસંદ બેટ બચાવવા પૂરના પાણીમાં ઉતરી ગયો આ ક્રિકેટર

ડ્વેન બ્રાવો

ડ્વેન બ્રાવો

ટીમઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ

ડ્વેન બ્રાવો એક ઓલરાઉન્ડર તરીકે આજે વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાં સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચેન્નાઇ સાથે જોડાયેલા રહેવાની સાથોસાથ સુકાની ધોની પણ સમજી ગયો છેકે આ ખેલાડીનો ઉપયોગ ક્યાં કરવાનો છે.

ફાફ ડુ પ્લેસિસ

ફાફ ડુ પ્લેસિસ

ટીમઃ- ચેન્નાઇ સુપરકિંગ્સ

ચેન્નાઇ સુપરકિંગ્સને આ દક્ષિણ આફ્રિકન બેટ્સમેન પાસેથી ઘણી આશા હશે. તાજેતરમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. પોતાની છેલ્લી પાંચ આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં તેણે ત્રણ સદી અને એકવાર 96નો સ્કોર બનાવ્યો છે. તે ચેન્નાઇના મિડલ ઓર્ડરમાં પ્રાણ ફુંકશે.

સુરેશ રૈના

સુરેશ રૈના

ટીમઃ- ચેન્નાઇ સુપરકિંગ્સ

આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના સુરેશ રૈનાએ તાજેતરમાં વનડે શ્રેણી દરમિયાન ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં એક વિસ્ફોટક સદી પણ સામેલ છે. ક્રિકેટના ત્રણે પ્રારુપોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સદી જોડનાર તે એકમાત્ર ભારતીય ક્રિકેટર છે, ટી20 ક્રિકેટમાં તેની બેટિંગ કેટલી ઘાતક છે તે બધા બોલર્સ જાણે છે. અને બધાને આશા છેકે તે કેકેઆર સામેની મેચમાં ધમાકો કરશે.

ડ્વેન સ્મિથ

ડ્વેન સ્મિથ

ટીમઃ- ચેન્નાઇ સુપરકિંગ્સ

ગઇ આઇપીએલમાં ચેન્નાઇ માટે આ વેસ્ટ ઇન્ડિઝ ઓપનિંગ ડ્વેન સ્મિથને ઘણી આશા હતી અને તે એ આશાઓ પર ખરો ઉતર્યો હતો. સ્મિથ એક ધમાકેદાર શરૂઆત કરવા માટે જાણીતો છે અને ચેમ્પિયન્સ લીગ ટી20ના નાના કાર્યક્રમમાં તેમની ટીમને તેમની પાસેથી આવા જ પ્રદર્શનની જરૂર છે.

જેક કાલિસ

જેક કાલિસ

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ

કાલિસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધે છે, છતાં બધા એ વાતથી માહિતગાર છેકે તેમનાથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કોઇ જ નથી અને કદાચ જ આગામી ભવિષ્યમાં કોઇ જોવા મળશે. તે બોલિંગ અને બેટિંગ બન્ને રીતે મેચનો પાસો પલટવામાં માહેર છે અને તેની ટીમમાં હાજરી સુકાની ગંભીર માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે.

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ

માત્ર 19 વર્ષના યુવા બોલર કુલદીપ યાદવની જુસ્સો આકાશને આંબે તેવો છે. પોતાની ચાઇના મેન બોલથી તેણે વિશ્વ ક્રિકેટનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની આવી ટૂર્નામેન્ટમાં તે પહેલીવાર પોતાનો જલવો દેખાડશે. તેણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એકપણ મેચ રમી નથી.

યુસુફ પઠાણ

યુસુફ પઠાણ

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ

ગઇ આઇપીએલમાં કેટલીક ઇનિંગ્સ રમીને યુસુફ પઠાણે ફરી પોતાનો જલવો દેખાડી દીધો હતો, પરંતુ આ વખતે તેના પર એટલા માટે બધાની નજર હશે, કારણ કે તાજેતરમાં તે દક્ષિણ આફ્રિકામાં વિશ્વના એક પ્રસિદ્ધ ટ્રેનર પાસે અભ્યાસ કરીને પરત ફર્યો છે.

રોબિન ઉથપ્પા

રોબિન ઉથપ્પા

ટીમઃ- કોલકતા નાઇટ રાઇડર્સ

આઇપીએલ ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ માટે 2014ની શ્રેણીમાં જોરદાર ધમાલ મચાવનાર રોબિન ઉથપ્પા આ વખતે બધાની નજરમાં રહેશે અને ચેન્નાઇ વિરુદ્ધ મેચમાં તે ફરી એકવાર સારી શરૂઆત કરવા ઇચ્છશે.

English summary
clt20 match 1 kkr vs csk hyderabad 8 players in centrestage
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more