For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનપસંદ બેટ બચાવવા પૂરના પાણીમાં ઉતરી ગયો આ ક્રિકેટર

By Super
|
Google Oneindia Gujarati News

ક્રિકેટર હોય કે પછી કોઇ ખેલાડી તેનો પોતાના ખેલ પ્રત્યેનો જુસ્સો અને પ્રેમ એ વાતથી સાબિત થઇ જાય છેકે તે માત્ર એ ખેલને જ નહીં પરંતુ તેની સાથે જોડાયેલી દરેક વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે. જમ્મુ કાશ્મિરથી ભારતીય ક્રિકેટમાં આવનાર પહેલો ક્રિકેટર પરવેજ રસૂલના બિજબેહડા નિવાસમાં જ્યારે પૂરનું પાણી ઘૂસી ગયુ હતુ તો તેની પહેલી પ્રતિક્રિયા પોતાની બે ક્રિકેટ કિટ બેગને કાઢવાની હતી. કિટને બહાર કાઢવા માટે તે જીવના જોખમે ડોક સમા પાણીમાં જતો રહ્યો હતો.

જમ્મુ કાશ્મીરના પૂરગ્રસ્ત અનંતનાગ જિલ્લાથી રસૂલે મીડિયા સાથે વાત ચીત કરતા જણાવ્યું કે, ‘છેલ્લા 11 દિવસથી મારો સમાજ સાથેનો સંપર્ક કટ થઇ ગયો હતો, કારણ કે કોઇપણ ફોન અથવા સેલફોન કાર કરી રહ્યો નહોતો. કોઇ ઇન્ટરનેટ કનેક્શન નહોતું. મારા અને મારા પરિવાર માટે આ લાચારી ભરી સ્થિતિ હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂરનું પાણી આવી જતાં અમે પહેલા ફ્લોર પર રહી રહ્યાં હતા. રસૂલની કહાણી વાંચવા તસવીરો પર ક્લિક કરો.

રસૂલનો પરિવાર નથી મળતો તેવી અફવા

રસૂલનો પરિવાર નથી મળતો તેવી અફવા

હું મારો ફોન એટલા માટે મારી સાથે લેતો આવ્યો કારણ કે મારા ઘરથી અમુક કિ.મી દૂર મને મોબાઇલના સિગ્નલ મળી રહ્યાં છે. મને જાણવા મળ્યું હતું કે એવી અફવા ફેલાઇ હતી કે પૂરના કારણે મારો અને મારા પરિવારનો કોઇ પત્તો લાગી રહ્યો નથી. આ ખોટું છે, સ્થિતિ ભયાવહ છે, પરંતુ હજું અનંતનાગમાં સારું છે. હું મારા તમામ મિત્રો અને સંબંધીઓને જણાવી દેવા માગુ છુંકે અમે સુરક્ષિત છીએ. હું આગામી બે દિવસમાં શ્રીનગર જવાની યોજના બનાવી રહ્યો છું. હું રણજી ટીમના સાથીઓનો પણ સંપર્ક નથી કરી શક્યો.

પાણીમાં ફસાયું મનપસંદ બેટ

પાણીમાં ફસાયું મનપસંદ બેટ

રસૂલે કહ્યું કે સૌથી ખરાબ બાબત એ હતી કે મારું મનપસંદ બેટ મારી કારમાં રાખવામાં આવેલી કિટમાં રહી ગયું હતું. કાર સંપૂર્ણ પણે પાણીની અંદર હતી અને મારી માતા નહોતા ઇચ્છતા કે હું નીચે પાણીમાં જાઉ. હું તેમ છતાં ડોક સમા પાણીમાં ગયો અને તેને લઇને આવ્યો.

રાહત કાર્યમાં જોડાયો

રાહત કાર્યમાં જોડાયો

જમ્મૂ કાશ્મીર ટીમના 25 વર્ષિય સુકાનીએ કહ્યું કે, તેણે એક સ્થાનિક બિન સરકારી સંગઠન સાથે રાહત કાર્યમાં પણ ભાગ લીધો, જે આ પ્રાકૃતિક આફતથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું હતું. સંગઠને અહીં સારું કામ કર્યું છે, તે લોકો સુધી ખાવાનુ, જરૂરી દવાઓ અને કપડાં પહોંચાડી રહ્યાં છે, અમને પણ એનજીઓ તરફથી મદદ મળી કારણ કે અમે અમારા ઘરની અંદર ફસાયેલા હતા.

કોઇએ આવું ભયાવહ પૂર જોયું નહોતું

કોઇએ આવું ભયાવહ પૂર જોયું નહોતું

જમ્મૂ કાશ્મીરમાં જે સ્થિતિ સર્જાયી હતી, તે અંગે રસૂલે જણાવ્યું કે માત્ર હું જ નહીં પરંતુ અનેક લોકો છેકે જેમણે પોતાના જીવન દરમિયાન આવું ભયાવહ પૂર ક્યારેય જોયું નથી.

English summary
The worst part was one of my favourite bats was left in my car along with a costly backpack. The car was totally under water and my mother was against me going downstairs. I still went there neck-deep in water and got those two stuff, Says Parvez Rasool
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X