Commonwealth Games 2030 : 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે કોમનવેલ્થ સ્પોર્ટ બોર્ડે અમદાવાદની ભલામણ કરી
Commonwealth Games 2030 : અમદાવાદ (Amdavad) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ સ્પોર્ટની એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા ૨૦૩૦ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ (2030 Centenary Commonwealth Games) ની યજમાની માટે અમદાવાદ શહેરની ભલામણ કરવામાં આવી છે.
જો આ ભલામણ સ્વીકારાય છે તો અમદાવાદ 100 વર્ષ જૂના આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમનું આયોજન કરનાર શહેર બની શકે છે.

કોમનવેલ્થ સ્પોર્ટ બોર્ડે આ ભલામણ કર્યા બાદ હવે આ પ્રસ્તાવને કોમનવેલ્થ સ્પોર્ટના તમામ સભ્ય દેશો સમક્ષ મૂકવામાં આવશે. ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલી (General Assembly) માં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોમનવેલ્થ સ્પોર્ટની મૂલ્યાંકન સમિતિ (Evaluation Committee) એ અમદાવાદ અને નાઇજીરીયાના અબુજા (Abuja) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. આ મૂલ્યાંકન માટે ટેકનિકલ અમલ, ખેલાડીઓનો અનુભવ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ અને કોમનવેલ્થ સ્પોર્ટના મૂલ્યો સાથે સુસંગતતા જેવા માપદંડોને ધ્યાનમાં લેવાયા હતા.
૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ ઐતિહાસિક છે, કારણ કે તે ૧૯૩૦માં કેનેડાના હેમિલ્ટન ખાતે શરૂ થયેલા આ કાર્યક્રમના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે.












Click it and Unblock the Notifications
