For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1989 ટૂ 2013: ...ને સાધારણ માનવી બની ગયો ‘અસાધારણ’

|
Google Oneindia Gujarati News

ક્રિકેટના ભગવાન, વિશ્વના મહાન ખેલાડી, રન મશીન, માસ્ટર બ્લાસ્ટર, શતકોના શતકવીર અને બેટના બાઝીગર સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં તે પોતાની 200મી ટેસ્ટ મેચ રમ્યા બાદ નિવૃત્તિ લઇ લેશે. તેમણે મુંબઇમાં અંતિમ ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેવા આ સમાચાર મીડિયામાં આવ્યા આખો દેશ સ્તબ્ધ રહી ગયો. કોઇને વિશ્વાસ નહોતો આવતો કે હવે તેઓ સચિન વગર ક્રિકેટ મેચ નિહાળશે. નોંધનીય છે કે, ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમો વચ્ચે આગામી મહિને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમાનારી છે.

બીજી ટેસ્ટ મેચ 14 નવેમ્બરમાં મુંબઇમા રમાનારી છે. આ મેચ બાદ સચિન નિવૃત્તિ લેશે. આ શ્રેણીની પહેલી મેચ 6 નવેમ્બરે રમાનારી છે. જેના આયોજન સ્થળની ઘોષણા હજુ થઇ નથી. નિવૃત્તિની જાહેરાત કરતા સચિને કહ્યું કે, આ ઘણો કપરો સમય છે અને ક્રિકેટ વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેક છે. સચિને કહ્યું કે, મે જીવનમાં દેશ માટે રમવાનું સ્વપ્ન સેવ્યું હતું. છેલ્લા 24 વર્ષમાં હું દરરોજ આ સ્વપ્ન જીવી રહ્યો છું. મારા માટે ક્રિકેટ વગર રહેવું અશક્ય સમાન લાગે છે, કારણ કે, 11 વર્ષની ઉમરથી હું રમત સાથે જોડાયેલો છું.

દેશ માટે રમવું એ સન્માનની વાત છે, હું મારા ઘરેલું મેદાન પર 200મી ટેસ્ટ રમીને આ મહાન ખેલને અલવિદા કહેવા માગુ છું. ત્યારે આ તકે અમે સચિનની સંપૂર્ણ ક્રિકેટ યાત્રાની આછેરી ઝલક અહીં તસવીરો થકી આપી રહ્યાં છીએ.

1989

1989

16 વર્ષની ઉમરે સચિન તેંડુલકરે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરતા શ્રીકાંતના નેતૃત્વ હેઠળની ટીમમાં છ ઇનિંગમાં દેશ માટે બે અડધી સદી ફટકારી.

1990

1990

તેંડુલકરે પોતાની પહેલી ટેસ્ટ સદી અણનમ 119 રન ઓલ્ડ ટ્રેફ્ડ મેદાન પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી.

1993

1993

ભારતની ધરતી પર પોતાની ટેસ્ટ સદી (163) તેંડુલકરે ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી.

1994

1994

સચિને પોતાની પહેલી વનડે સદી પોતાની 79મી મેચમાં કોલંબોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિંગર કપમાં બનાવી.

1996

1996

ભારત-પાકિસ્તાનની સંયુક્ત મેજબાનીમાં રમાયેલા વિશ્વ કપમાં સચિને બે સદી સહિત 523 રન બનાવ્યા. તેંડુલકરના નેતૃત્વ હેઠળ જ ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટન કપ જીત્યો હતો.

1997

1997

સચિન તેંડુલકરના નેતૃત્વમાં ટોરેન્ટોમાં પાકિસ્તાન વિરુદ્ધ સહારા કપમાં 4-1થી જીત નોંધાવી. આ વર્ષે સચિનની સર્વશ્રેષ્ઠ વિઝડન ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી.

1998

1998

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અણનમ 155 રન ચેન્નાઇમાં બનાવ્યા, જેમાં ભારતે 179 રનથી વિજય નોંધાવ્યો હતો.

 2001

2001

વનડેમાં દશ હજાર રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યા

2002

2002

સચિને પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 117 રનની ઇનિંગ રમીને સર ડોન બ્રેડમેનના 29 ટેસ્ટ સદીના રેકોર્ડની બરાબરી કરી અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 193 રન બનાવીને બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો.

2003

2003

આઇસીસી વિશ્વકપની 11 મેચોમાં 673 રન બનાવી ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા.

2004

2004

સુનિલ ગાવસ્કરના 34 સદીના રેકોર્ડની બરાબરી કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યા. 50 મેન ઓફ ધ મેચ હાસલ કરનાર પહેલો ખેલાડી બન્યા.

2005

2005

ટેસ્ટ ક્રિકેટમાં 122મી મેચમાં દશ હજાર રન પૂર્ણ કર્યા

2006

2006

વનડેમાં 14 હજાર રન પૂરા કરી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 40મી સદી વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ કુઆલાલમ્પુરમાં પૂર્ણ કરી.

2007

2007

400મી વનડે રમ્યા

2008

2008

વનડેમાં 16 હજાર રન કરનાર વિશ્વના પહેલા ખેલાડી બન્યા. ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારાના 11953 રનના રેકોર્ડને તોડ્યો.

2009

2009

હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 175 બનાવ્યા અને 17 હજાર વનડે રન બનાવનાર પહેલા ખેલાડી બન્યા.

2010

2010

વનડેમાં બેવડી સદી બનાવનાર પહેલો ખેલાડી બન્યા અને સ્ટીવ વોના 168 ટેસ્ટ રમવાના રેકોર્ડને તોડ્યો.

2011

2011

વિશ્વકપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી મેચ રમવાની સાથે જ સૌથી વધુ વનડે રમનાર ખેલાડી બન્યા અને સનથ જયસુર્યાના 444 મેચોના રેકોર્ડને તોડી નાંખ્યો.

2011

2011

વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી, ભારત માટે વિશ્વકપમાં સૌથી વધારે 482 રન બનાવનાર બેટ્સમેન બન્યા.

2012

2012

એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધ 114 રન બનાવીને સોમી સદી પૂર્ણ કરી.

23 ડિસેમ્બર 2012

23 ડિસેમ્બર 2012

ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી.

2013

2013

ટી20 ચેમ્પિયન્સ લીગ દરમિયાન સચિન તેંડુલકરે ક્રિકેટના તમામ રૂપોમાં 50 હજાર રન બનાવનાર વિશ્વના 16માં અને એશિયાના પહેલા ખેલાડી બન્યા.

10 ઓક્ટોબર 2013

10 ઓક્ટોબર 2013

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. 200મી ટેસ્ટ તેમની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ હશે.

English summary
cricket will never be the same without sachin tendulkar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X