Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, દિગ્ગજ ખેલાડીઓ સાથે જોવા મળશે
Vaibhav Suryavanshi: IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 14 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને હવે મોટી જવાબદારી મળી છે. જ્યાં વૈભવ 29 ઓગસ્ટ 2025ના રોજ એક કાર્યક્રમમાં દિગ્ગજો સાથે જોવા મળશે.

Vaibhav Suryavanshi: ભારતની અંડર-19 ટીમના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું કદ સતત વધી રહ્યું છે. વૈભવ ટીમ ઈન્ડિયા માટે રમ્યા વિના સ્ટાર બની ગયો છે. વૈભવ સૂર્યવંશીએ અંડર 19 લેવલે જ ચમત્કાર કરીને ફેન્સના દિલમાં સ્થાન બનાવ્યું છે. IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા 14 વર્ષીય યુવા સ્ટાર સૂર્યવંશીને હવે મોટી જવાબદારી મળી છે. જ્યાં વૈભવ 29 ઓગસ્ટ 2025ના રોજ એક ઇવેન્ટમાં દિગ્ગજો સાથે જોવા મળશે.
14 વર્ષના વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી
ભારતના ઈમર્જિંગ સ્ટાર વૈભવ સૂર્યવંશી રાષ્ટ્રીય રમત દિવસના વિશેષ કાર્યક્રમમાં પ્રો કબડ્ડી લીગ સીઝન 12 નું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં સૂર્યવંશી બેડમિન્ટન દિગ્ગજ પુલેલા ગોપીચંદ, હોકી દિગ્ગજ ધનરાજ પિલ્લઈ અને કબડ્ડી સુપરસ્ટાર પ્રદીપ નરવાલ જેવા ઘણા સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કરશે. પ્રો કબડ્ડી લીગ પોતાનામાં એક સફળ ટુર્નામેન્ટ છે. આ પરિસ્થિતિમાં આ 14 વર્ષના સ્ટાર માટે ટુર્નામેન્ટ લોન્ચ કરવી એક મોટી સિદ્ધિ છે. આ પહેલા વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજો પણ આ ટુર્નામેન્ટ લોન્ચ કરી ચૂક્યા છે. વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે. જ્યાં તે ODI અને ટેસ્ટ બંને ફોર્મેટમાં અંડર 19 ટીમનો ભાગ છે.
વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 7 મેચ રમી છે. જેમાં તેને 36ની એવરેજથી 252 રન બનાવ્યા છે. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઈક રેટ 206.55 રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ IPLમાં શાનદાર સદી પણ ફટકારી છે. વૈભવ સૂર્યવંશીએ બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 5 મેચ રમી છે. તેને લિસ્ટ A માં 6 મેચ પણ રમી છે. ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝમાં તેને પહેલી મેચમાં 48 રન બનાવ્યા અને બીજી મેચમાં 45 રનની ઈનિંગ રમી. વૈભવ સૂર્યવંશીએ ત્રીજી ODIમાં 86 રન બનાવ્યા. જ્યારે તેને ચોથી ODI માં શાનદાર 143 રન બનાવ્યા. હવે તે ઓસ્ટ્રેલિયામાં પણ આ ફોર્મ ચાલુ રાખવા માગશે.












Click it and Unblock the Notifications
