1st T20: આજની મેચ કોની વચ્ચે છે - ભારત વિ. ઑસ્ટ્રેલિયા, જાણો પિચ રિપોર્ટ અને હવામાન અપડેટ
India vs Australia, 1st T20I: ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મળેલી હાર પર મલમ લગાવવાનો સમય આવી ગયો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા ટીમ ફરી એકવાર સામસામે થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 મેચની શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે (23 નવેમ્બર) રમાશે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7 વાગે શરૂ થશે. સૂર્યકુમાર યાદવ, વર્લ્ડ કપ અભિયાનમાં એટલા પ્રભાવશાળી ન રહ્યા પછી, ઑસ્ટ્રેલિયા સામે ભારતનું નેતૃત્વ કરશે, જ્યારે મેથ્યુ વેડ ઑસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 15 મેચ જીતી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાએ 10 મેચ જીતી છે. જો કે, એક મેચ એવી હતી જેનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું. આ ટીમો વચ્ચેની છેલ્લી 5 T20 મેચોમાં ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2માં જીત મેળવી છે.
ભારત વિ ઑસ્ટ્રેલિયા પિચ રિપોર્ટ
વિશાખાપટ્ટનમ આ બંને ટીમો માટે નવું સ્થળ નથી. માર્ચમાં અહીં એક ODI મેચમાં બંનેનો સામનો થયો હતો. ઑસ્ટ્રેલિયાએ તે ક્રિકેટ મેચમાં ભારતને 117 રનમાં આઉટ કરી દીધું હતુ અને 11 ઓવરમાં કુલ સ્કોર હાંસલ કર્યો હતો. મુલાકાતી ટીમનો 10 વિકેટે વિજય થયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પિચ બેટિંગ અને બોલિંગમાં સમાન તકો પૂરી પાડશે.
હવામાન અપડેટ
Weather.com મુજબ, વિશાખાપટ્ટનમમાં સાંજે વરસાદની શક્યતા ઓછી છે. અહીં વરસાદની 5-10% શક્યતા છે. તાપમાન 24થી 29 ડિગ્રી વચ્ચે રહેશે. અહીં દિવસનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
