IPLમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે આ ત્રણ ભારતીય ખેલાડીઓનો

દુનિયાની સૌથી મુશ્કેલ અને પ્રસિદ્ધ લીગમાંની એક આઈપીએલમાં પણ ત્રણ ભારતીય ખેલાડીઓ એવા છે, જેમનો સ્ટ્રાઈક રેટ સૌથી શાનદાર છે. જાણો કોણ...

ટી20 ક્રિકેટમાં બેટિંગ કરવું સરળ નથી હોતું, કારણ કે અહીં ખેલાડીઓને પીચ પર સેટ થવાનો સમય નથી મળતો અને ખેલાડીઓ પર રન બનાવવાનો ટાર્ગેટ હોય છે. ટી20 ક્રિકેટમાં સ્ટ્રાઈક રેટનું મહત્વ વધી જાય છે. દુનિયાની સૌથી મુશ્કેલ અને પ્રસિદ્ધ લીગમાંની એક આઈપીએલમાં પણ ત્રણ ભારતીય ખેલાડીઓ એવા છે, જેમનો સ્ટ્રાઈક રેટ સૌથી શાનદાર છે. આઈપીએલમાં દર વર્ષે કોઈને કોઈ ભારતીય ખેલાડી વિસ્ફોટક બેટિંગ કરીને નામના કમાય છે. કેટલાક ખેલાડીઓ તો એવા પણ છે, જેમને પોતાની આ ક્ષમતાને કારણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ છે. ત્યારે આ ત્રણ ખેલાડીઓ એવા છે, જે પોતાની ટીમ માટે મેચ વિનર બની શકે છે.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહોંચ્યા તેમાં આઈપીએલનું મોટુ યોગદાન છે. હાર્દિક પંડ્યા 2015થી મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો બન્યા છે. અને મુંબઈ માટે 66 મેચ રમી ચૂક્યા છે. જેમાં હાર્દિકે 28.86ની સરેરાશથી 1068 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાનો આઈપીએલમાં સ્ટ્રાઈક રેટ 154.78 છે. જે ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ફિનિશરના રોલમાં હાર્દિક પંડ્યા 3 હાફ સેન્ચ્યુરી પણ ફટકારી ચૂક્યા છે અને હાર્દિકના નામે 72 ફોર, 68 સિક્સર્સ મારી ચૂક્યા છે. આ ઉપરાંત બોલિંગમાં પણ હાર્દિકનું પર્ફોમન્સ સારુ રહ્યુ છે. હાર્દિક 42 વિકેટ ઝડપી ચૂક્યા છે.

વિરેન્દર સેહવાગ

વિરેન્દર સેહવાગ

સેહવાગ આઈપીએલમાં 2008થી 2015 સુધી ઓપનિંગ બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. સેહવાગ હંમેશા તમે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા હતા. દિલ્હી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ માટે આઈપીએલમાં સેહવાગ કુલ 104 મેચ રમી ચૂક્યા છે અને 27.55ની એવરેજથી 2728 રન બનાવી ચક્યા છે. આ દરમિયાન સેહવાનો સ્ટ્રાઈક રેટ 155.44નો રહ્યો છે.

ઋષભ પંત

ઋષભ પંત

ઋષભ પંત 2016થી દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. અને આઈપીએલમાં સારા પર્ફોમન્સને કારણે જ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જગ્યા બનાવી છે. દિલ્હી માટે રમેલી 54 મેચમાં ઋષભ પંતે 36.16ની એવરેજથી 1736 રન બનાવ્યા છે. આઈપીએલમાં ઋષભ પંતનો સ્ટ્રાઈક રેટ 162.69 છે, જે કોઈ પણ ભારતીય બેટ્સમેન કરતા વધુ છે. ઋષભ પંતે આઈપીએલમાં ઘણી સારી ઈનિંગ્સ રમીને પોતાની ટીમને જીત અપાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X