For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈજાગ્રસ્ત થવાના કારણે IPL 2020 ટૂર્નામેન્ટમાંથી 4 ખેલાડી રૂલ આઉટ

ઈજાગ્રસ્ત થવાના કારણે IPL 2020 ટૂર્નામેન્ટમાંથી 4 ખેલાડી રૂલ આઉટ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ 20 મેચ રમાઈ ચૂકી છે. જેમાં ધમાકેદાર બેટલ જોવા મળી છે. રિવાઈવલરી મુકાબલા પણ જોવા મળ્યા છે. ખેલાડીઓ મેચ જીતવા માટે જી જાનથી મહેનત કરી રહ્યા છે અને આ પ્રયત્નોમાં જ ક્યારેક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જતા હોય છે. IPL 2020માં પણ એવા કેટલીય રોમાંચક મેચ જોવા મળી.

જણાવી દઈએ કે આઈપીએલની સીઝન 13માં એટલે કે પહેલી 20 મેચમાં કુલ 20 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે ટૂર્નામેન્ટથી રૂલ આઉટ થઈ ગયા છે અને તેમની જગ્યાએ નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અહીં જુઓ આખી યાદી.

1. મિશેલ માર્શ

1. મિશેલ માર્શ

સનરાઈઝર્સ હૈદરાબાદના પહેલા જ મુકાબલામાં તેમના ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. મિશેલ માર્શ ઈજાના કારણે પોતાની ઓવર પણ પૂરી નહોતી કરી શક્યો. હૈદરાબાદ ટીમ તરફથી જણાવવામાં આવ્યા મુજબ સર્જરીને કારણે મિશેલ માર્શને ટૂર્નામેન્ટથી જ બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ જેશન હોલ્ડરને સ્ક્વૉડમાં જગ્યા મળી છે.

2. અમિત મિશ્રા

2. અમિત મિશ્રા

અમિત મિશ્રા જેઓ આઈપીએલ કરિયરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની રેસમાં સૌથી આગળ હતા, મલિંગાનો રેકોર્ડ તોડી શકે તેમ હતા. જો કે ઈજાના કારણે દિલ્હી કેપિટલ્સે પોતાના શ્રેષ્ઠતમ બોલરને ગુમાવ્યો છે. અમિત મિશ્રાને આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાના કારણે આઈપીએલની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.

3. ભુવનેશ્વર કુમાર

3. ભુવનેશ્વર કુમાર

સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાનો બીજો બોલર પણ ગુમાવી દીધો છે. પહેલાં ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને હવે ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થતાં સનરાઈઝર્સ હૈદરાબાદની પણ મુશ્કેલી વધી શકે છે. બીજી ઓક્ટોબરે ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગમાં 19મી ઓવર ફેંકતી વખતે ભુવનેશ્વર કુમારને ઈજા પહોંચી હતી. માત્ર એક બોલ ફેંક્યા બાદ તેઓ લડથડિયાં ખાતાં મેદાનની બહાર નીકળી ગયો હતો. ભૂવનેશ્વરની જગ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમમાં 22 વર્ષીય ડાબોડી પેસર પૃથ્વીરાજ યારાને સામેલ કરવામાં આવ્યો છે.

હાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશેહાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશે

4. હૈરી ગુર્ની

4. હૈરી ગુર્ની

કોલકાતા નાઈટ રાઈડર્સના પેસર હૈરી ગુર્નીને ખભામાં ઈજા પહોંચતા આઈપીએલ શરૂ થતા પહેલાં જ તેણે ટૂર્નામેન્ટમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. હવે તેની જગ્યાએ અલી ખાનને સ્ક્વોડમાં જોડવામાં આવ્યો છે. અલી ખાન ઈજાગ્રસ્ત છે જો કે તે ટૂર્નામેન્ટમાંથી રૂલ આઉટ નથી થયો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
ali khan also rulled out of and ipl 2020 with an injury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X