For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPLમાંથી બહાર થઈ શકે છે 48 વર્ષના પ્રવીણ તાંબે, BCCIનો નિયમ બન્યો અડચણ

આઈપીએલની હરાજી દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે 48 વર્ષના પ્રવીણ તાંબેને 20 લાખની બેઝપ્રાઈઝમાં ખરીદીને ઈતિહાસ બનાવ્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર તાંબે આઈપીએલની હરાજી દરમિયાન વેચાનાર સૌથી ઉંમરલાયક ખેલાડી

|
Google Oneindia Gujarati News

આઈપીએલની હરાજી દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે 48 વર્ષના પ્રવીણ તાંબેને 20 લાખની બેઝપ્રાઈઝમાં ખરીદીને ઈતિહાસ બનાવ્યો હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર તાંબે આઈપીએલની હરાજી દરમિયાન વેચાનાર સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યા હતા, પરંતુ હવે તેમનું IPLમાં રમવું મુશ્કેલ બની શકે છે. કારણ કે BCCIનો નિયમ તેમને નડી શકે છે.

આ છે મુશ્કેલી

આ છે મુશ્કેલી

જી હાં, BCCIના એક નિયમ પ્રમાણે તાંબે કોલકાતા તરફથી નહીં રમી શકે. પ્રવીણ તાંબે તાજેતરમાં જ અબુધાબીમાં ટી10 લીગમાં રમ્યા હતા. નિયમ પ્રમાણે કોઈ પણ કરારબદ્ધ ખેલાડી દેશની બહારની ટુર્નામેન્ટમાં ભાગ ન લઈ શકે. આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ બ્રિજેશ પટેલના કથિત નિવેદન પ્રમાણે તેઓ તાંબેના કેસને ચકાસી રહ્યા છે, બીસીસીઆઈ સાથે રજિસ્ટર્ડ ખેલાડી તરીકે તેમણે કેમ ટી10માં ભાગ લીધો તે જોવાઈ રહ્યું છે.

BCCI કરી રહ્યું છે તપાસ

BCCI કરી રહ્યું છે તપાસ

બ્રિજેશ પટેલે રવિવારે મિડ ડે સાથે વાત કરતા કહ્યું,'નિયમ પ્રમાણે કોઈ પણ ખેલાડી જે બીસીસીઆઈમાં રજિસ્ટર્ડ છે, તે કોઈ પણ ટી20 કે ટી10 ટુર્નામેન્ટમાં ભાગ ન લઈ શકે. તેઓ ફક્ત વન ડે, ત્રિદિવસીય કે ચાર દિવસીય ક્રેક અથવા કાઉન્ડી કે ફક્ત બાંગ્લાદેશમાં રમી શકે છે. પરંતુ આ માટે પણ તેમણે સ્ટેટ બોર્ડ કે બીસીસીઆઈ પાસેથી પરવાનગી લેવી પડે.'

યુવરાજે માગી હતી પરમિશન

યુવરાજે માગી હતી પરમિશન

બીસીસીઆઈના નિયમ પ્રમાણે જો કોઈ પણ ખેલાડી વિદેશી લીગ રમવા ઈચ્છે તો તેમણે બીસીસીઆઈ પાસેથી પરવાનગી લેવી પડે. સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડે. યુવરાજસિંહે આ વર્ષે વિદેશી લીગનો ભાગ બનાવા માટે બીસીસીઆઈ પાસેથી પરવાનગી માગી હતી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. હવે યુવરાજ આઈપીએલનો ભાગ નથી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
48-year-old Praveen may be out of IPL, BCCI rule becomes a hindrance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X