For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: આ પાંચ સલામી બેટ્સમેન, જે આ વર્ષે જબરદસ્ત પ્રદર્શન કરી શકે

ઈન્ડિયન પ્રીમિયર લિગ IPL 2020 આગામી 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. તમામ ટીમો આઈપીએલની તૈયારીમાં લાગી ગઈ છે. આ વર્ષે તમને દુનિયાભરના સલામી બેટ્સમેન જોવા મળશે. એવામાં આજે અમે તમને આઈપીએલ 2020ના 5 એવા સલ

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લિગ IPL 2020 આગામી 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે. તમામ ટીમો આઈપીએલની તૈયારીમાં લાગી ગઈ છે. આ વર્ષે તમને દુનિયાભરના સલામી બેટ્સમેન જોવા મળશે. એવામાં આજે અમે તમને આઈપીએલ 2020ના 5 એવા સલામી બેટ્સમેનોના નામ જણાવશું જે આ સીઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી પોતાનો દબદબો બનાવી શકે છે.

કેએલ રાહુલ

કેએલ રાહુલ

કેએલ રાહુલે 67 આઈપીએલ મેચમાં 42.06ની એવરેજથી 1977 રન બનાવ્યા છે. રાહુલનો સ્ટ્રાઈક રેટ 138.15 છે. રાહુલે આઈપીએલમાં 16 ફીફ્ટી અને એક સદી ફટકારી છે. તે આઈપીએલ 2018માં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી હતો. તે આઈપીએલ 2019માં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો હતો. આઈપીએલમાં કેએલ રાહુલે જેવી રીતે પ્રદર્શન કર્યું છે, તેને જોતા કહી શકાય કે આ સીઝનમાં તેનું નામ સૌથી ઉપર હોય શકે છે. કિંગ્સ ઈલેવન પંજાબે તેને કેપ્તન ઘોષિત કર્યો છે.

ક્રિસ ગેલ

ક્રિસ ગેલ

વિંડીઝના ક્રિસ ગેલને સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાંથી એક માનવામાં આવે છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 326 છગ્ગા લગનાવનાર બેટ્સમેન છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેને આટલા છગ્ગા નથી ફટકાર્યા. તેમણે આઈપીએલમાં 369 ચોગ્ગા પણ ફટકાર્યા છે. આઈપીએલ 2020માં પણ આ બેટ્સમેન વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. આઈપીએલમાં ક્રિસ ગેલના નામે કેટલાય રેકોર્ડ નોંધાયેલા છે. ક્રિસ ગેલે કુલ 125 આઈપીએલ મેચ રમી. તેમણે 41.13ની શાનદાર એવરેજ અને 151.02ની સ્ટ્રાઈક રેટથી 4484 રન બનાવ્યા છે, જેમાં 28 પીફ્ટી અને 6 સદી નોંધાયેલી છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર આઈપીએલમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર કેલાડી છે. વોર્નર દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યા છે. તેમણે કુલ 126 મેચમાં 43.17ની એવરેજ અને 142.39ની સ્ટ્રાઈક રેટથી 4706 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 44 ફીફ્ટી સામેલ છે. તેમણે આઈપીએલમાં 458 ચોગ્ગા અને 181 છગ્ગા પણ ફટકાર્યા છે. હૈદરાબાદની કપ્તાની આ ખેલાડીને જ સોંપવામાં આવી છે. તેઓ દરેક સીઝનમાં આઈપીએલમાં સારું પ્રદર્શન કરતા જોવા મળે છે. વોર્નરે આઈપીએલ 2019માં ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સીઝનમાં પણ વોર્નર આવું જ પ્રદર્શન કરે તેવી ઉમ્મીદ છે.

રોહિત શર્મા

રોહિત શર્મા

રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. આ ખેલાડીની દુનિયાના મહાન ખેલાડીઓમાંનો એક માનવામાં આવે છે. સારા કેલાડીની સાથે જ આ ખેલાડી એક સારો કેપ્ટન પણ છે. આઈપીએલમાં રમાયેલ 188 મેચની 183 ઈનિંગમાં રોહિત શર્માએ 31.60ની એવરેજથી કુલ 4898 રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઈક રેટ 130.82નો રહ્યો. તેને નામ 1 સદી અને 36 ફીફ્ટી પણ નોંધાઈ છે. તેમણે T20I માં 431 ચોગ્ગા અને 194 છગ્ગા લગાવ્યા ચે. ટૂર્નામેન્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર નાબાદ 109 રન છે. જો કે રોહિત શર્માએ અત્યાર સુધી એકેય સીઝનમાં 700થી વધુ રન નથી બનાવ્યા પણ આ વખતે બનાવી શકે છે.

આરોન ફિંચ

આરોન ફિંચ

ફિંચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફતી રમતા જોવા મળશે. ફિંચે પોતાના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 75 મેચમાં 26.31ની એવરેજ અને 130.69ની સ્ટ્રાઈક રેટથી 1737 રન બનાવ્યા છે. તેમણે પોતાના આઈપીએલ કરિયરમાં 13 ફીફ્ટી બનાવી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર અડીખમ 88 રનનો છે. તેઓ વર્તમાનમાં ટી20 ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાંથી એક ચે. ફિંચે ટી20 ક્રિકેટમાં સારી ઈનિંગ રમી છે. તેમણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 172 રનોની વિસ્ફોટક ઈનિંગ રમી છે, જે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ છે. આઈપીએલના આ સીઝનમાં પણ તેઓ જબરદસ્ત બેટિંગ કરી પોતાનો દબદબો બનાવી શકે છે.

આ પણ વાંચો: 'પ્રધાનમંત્રી મોર સાથે બિઝી છે માટે કોરોનાથી પોતાનો જીવ જાતે બચાવો': રાહુલ ગાંધી

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
5 batsman who can play blasting inning in IPL 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X