લંકા પ્રીમિયર લીગને ઝાટકો, રસેલ, ડુપ્લેસિસ સહિત આ 5 ખેલાડીઓએ નામ પરત ખેંચ્યા
લંકા પ્રીમિયર લીગને ઝાટકો, રસેલ, ડુપ્લેસિસ સહિત આ 5 ખેલાડીઓએ નામ પરત ખેંચ્યા
નવી દિલ્હીઃ આંદ્રે રસેલ, ફાફ ડુ પ્લેસિસ અને ડેવિડ મિલર સહિત પાંચ વિદેશી ખેલાડીઓએ લંકા પ્રમિયર લીગથી પોતાનું નામ પરત લઈ લીધું છે. માત્ર એક અઠવાડિયા પહેલા જ તેમનું નામ લીગના ડ્રાફ્ટમાં હતું.

શ્રીલંકા ક્રિકેટ મુજબ 27 નવેમ્બરથી શરૂ થતા દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે સીમિત ઓરની શ્રૃંખલાના કારણે મિલર, ડુ પ્લેસિસ અને ડેવિડ માલન ઉનુપલબ્ધ થઈ ગયા છે. આદરમ્યાન રસેલ ઈજાગ્રસ્ત હોવાના કારણે બહાર થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂર્નામેન્ટથી બહાર થનાર પાંચમા ખેલાડી મનવિંદર બિસ્લાએ કોઈ કારણ નથી જણાવ્યું. LPL 21 નવેમ્બરથી શરૂ થઈ 13 ડિસેમ્બર સુધી ચાલશે.
એલપીએલના ડાયરેક્ટર રવિન વિક્રમરત્નેએ espncrickinfoને જણાવ્યું, 'જે ફ્રેન્ચાઈઝ પાસે આ ખેલાડી હતા, તેમની જગ્યા લેવા માટે અન્ય ખેલાડીઓ સાથે વાતચીત કરવી પડશે.' રસેલ, મિલર, ડુ પ્લેસિસ અને માલન તમામને સ્ટાર ખેલાડીઓના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
