વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી વર્લ્ડ કપમાંથી બહાર

2023 ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે. વર્લ્ડ પહેલા જ ઈજાના કારણે સ્ટાર ખેલાડી વર્લ્ડ કપમાંથી બહાર થયો છે.

દક્ષિણ આફ્રિકન ટીમ વનડે વર્લ્ડ કપ જીતવાનું સપનું જોઈ રહી છે ત્યારે ટૂર્નામેન્ટ પહેલા જ દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે.

South Africa

એનરિચ નોર્ટજે હાલમાં વિશ્વનો સૌથી ઝડપી બોલર છે અને તે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરોધી ટીમ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેના ઝડપી બોલ સામે મોટા બેટ્સમેનો પણ ફિક્કા પડે છે ત્યારે નોર્ટજે વર્લ્ડકપમાંથી બહાર થયો હોવાના અહેવાલ આવ્યા છે. પીઠની ઈજાને કારણે તે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે.

હાલમાં જ નોર્ટજેએ ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે રમી હતી. પીઠની ઇજાને ટાંકીને તે 5 ઓવર બોલિંગ કર્યા પછી બહાર જતો રહ્યો હતો. આ પછી તે બેટિંગ કરવા આવ્યો. આ પછી એનરિચ નોર્ટજે શ્રેણીની બાકીની મેચોમાં રમી શક્યો ન હતો.

વર્લ્ડ કપ પહેલા નોર્ટજેને કોઈપણ જોખમ લીધા વિના ઓસ્ટ્રેલિયા સામેની મેચોમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકાની ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નોર્ટજેની ભરપાઈ કરી શકે તેવો કોઈ ખેલાડી હાલ દક્ષિણ આફ્રિકા પાસે નથી. જો કે હજુ ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પુષ્ટિ કરી નથી કે નોર્ટજેના સ્થાને કેટલાક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X