Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આફ્રિકી બેટ્સમેનનો ખુલાસો- અમારા માટે દરેક ભારતીય ખેલાડી માટે એક યોજના છે

આફ્રિકી બેટ્સમેનનો ખુલાસો- અમારા માટે દરેક ભારતીય ખેલાડી માટે એક યોજના છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં જ વિંડીઝ પ્રવાસ પર એકપણ મેચ ગુમાવ્યા વિના ક્રિકેટના ત્રણેય ફોર્મેટ જીતીને ઘરે પરત ફરી છે. હવે સાઉથ આફ્રિકા ટીમ ભારતીય ટીમ સાથે ટકરાવવા માટે ધર્મશાલા પહોંચી ગઈ છે. બંને દેશોની ટીમ વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝ રવિવારે શરૂ થી રહી છે. જ્યાં ભારત આત્મવિશ્વાસથી ભરપૂર છે તો બીજી તરફ સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ પણ આકરી ટક્કરની હુંકાર ભરી દીધી છે. મેચ પહેલા આફ્રિકી બેટ્સમેન ટેમ્બા બવુમાએ ખુલાસો કર્યો કે તેમની ટીમ પાસે દરેક ભારતીય ખેલાડી માટે એક યોજના છે.

team india

બવુમાએ કહ્યું કે અમે સંપૂર્ણપણે તૈયાર ચીએ, અમારી પાસે દરેક બારતીય ખેલાડી માટે એક યોજના છે અને અમારું કામ તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ આ યોજનાઓને ક્રિયાન્વયન કરવાનું હશે. મીડિયા સાથેની વાતચીતમાં બવુમાએ કહ્યું કે, અમારી તૈયારી સારી રહી છે. અહીં અમે કઠિન પણ ગુણવત્તાપૂર્ણ સેશન કર્યું, જેથી અમે અહીંના મેદાન, પરિસ્થિતિઓ અને આસપાસના વાતાવરણ સાથે સામંજસ્ય બેસાડી શકીએ. એક ટીમ તરીકે અમે આગળ જવા માટે તૈયાર છીએ. આ બેટ્સમેને જો કે માન્યું કે ભારતીય ટીમમાં મોટા ખેલાડી છે પરંતુ તેમણે કહ્યું કે અમારો લક્ષ્ય પણ સીરિઝ જીતવાનો છે.

29 વર્ષના આ બેટ્સમેન મુજબ ભારતીય ટીમ સ્ટાર્સથી ભરેલી છે અને તે પોતાની સૌથી મજબૂત ટીમને રમાડી રહી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોને આરામ પણ આપી શકાય છે, પરંતુ તે બાદ પણ એક યુવા ટીમના રૂપમાં આ અમારા માટે ખરેખર મુશ્કેલ કામ સાબિત થનાર છે. જો કે અમે આને અમારા માટે એક બહાનાના રૂપમાં ઉપયોગ કરવા નથી માંગતા અને અમારો લક્ષ્ય શ્રૃંખલા જીતવાનો છે. જણાવી દઈએ કે બવુમાને ટી20માં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. તેમણે માત્ર 36 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 1716 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેમને 2 વનડે મેચનો પણ અનુભવ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X