ટીમ ઈન્ડિયામાંથી પત્તુ કપાયા બાદ હવે IPL માં પણ આ ખેલાડીનું કરિયર ખતરામાં
આ ખેલાડીની આઈપીએલમાં પણ કરિયર ખતમ થઈ રહ્યું છે. ઘણી તકો મળ્યા બાદ પણ આ ખેલાડી પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ નથી લઈ રહ્યો. આ પહેલા પસંદગીકારોએ ખરાબ પ્રદર્શનને કારણે આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દીધો હતો.
નવી દિલ્હી : ભારતનો એક એવો ખેલાડી છે, જેનું કરિયર મુશ્કેલીમાં ફસાઈ ગયું છે. ટીમ ઈન્ડિયામાંથી પત્તુ કપાયા બાદ હવે આ ખેલાડીની આઈપીએલમાં પણ કરિયર ખતમ થઈ રહ્યું છે. ઘણી તકો મળ્યા બાદ પણ આ ખેલાડી પોતાની ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ નથી લઈ રહ્યો. આ પહેલા પસંદગીકારોએ ખરાબ પ્રદર્શનને કારણે આ ખેલાડીને ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરી દીધો હતો અને હવે આ ખેલાડીને IPL માંથી પણ ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

ખતમ થઈ શકે છે આ ખેલાડીની IPL કારકિર્દી!
ટીમ ઈન્ડિયાનો ખેલાડી મનીષ પાંડે લાંબા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને ઘણી વખત તકો આપવામાં આવી, પરંતુ તે દરેક વખતે ફ્લોપ સાબિત થયોહતો.
પસંદગીકારોએ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમમાંથી મનીષ પાંડેનું સરનામું કાપી નાખ્યું છે અને હવે તેની આઈપીએલ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ પણ તેને ટૂંકસમયમાં છોડી શકે છે.
IPL 2022 માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની પહેલી જ મેચમાં તેના મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડેએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું.ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચમાં મનીષ પાંડેએ 5 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા.
આ પહેલા મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી IPL રમતો હતો,ત્યાર બાદ તેને આ ટીમે બહારનો રસ્તો બતાવ્યો હતો.

લખનઉ સુપરજાયન્ટ્સે ખરીદીને કરી મોટી ભૂલ!
IPL 2022 માટે મનીષ પાંડેને 4.6 કરોડ રૂપિયામાં ખરીદીને લખનઉ સુપરજાયન્ટ્સે મોટી ભૂલ કરી છે. મનીષ પાંડેને પોતાની ટીમમાં શામેલ કરવો લખનઉસુપરજાયન્ટ્સ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.
આ વખતે મેગા ઓક્શનમાં મનીષ પાંડેને સનરાઈઝર્સ હૈદરાબાદે નકારી કાઢ્યો હતો, કારણ કે છેલ્લી સિઝનમાંમનીષ પાંડેએ તેના નામ પ્રમાણે પ્રદર્શન કર્યું ન હતું. તેના પ્રદર્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. મનીષ પાંડે SRH માટે બહુ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો.
તેણે એક પણ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ન હતી. છેલ્લી કેટલીક સીઝનમાં તે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, SRHએતેને જાળવી રાખ્યો ન હતો. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 39 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 44.31ની એવરેજ અને 126.15 ની સ્ટ્રાઈકરેટથી 709 રન બનાવ્યા છે.
મનીષ પાંડે ક્યારેય સાતત્યપૂર્ણ નથી રહ્યો અને આ જ કારણ છે કે, તે ટીમ ઈન્ડિયામાં આવતો-જતો રહ્યો. હવે મને નથી લાગતું કે તેક્યારેય પાછો આવી શકશે. IPL 2022માં પણ મનીષ પાંડે લખનઉ સુપરજાયન્ટ્સની ટીમ માટે નબળી કડી સાબિત થઈ રહ્યો છે.

લખનઉ સુપરજાયન્ટ્સને ભારે નુકસાન
મનીષ પાંડેની ફ્લોપ બેટિંગને કારણે લખનઉ સુપરજાયન્ટ્સનો આખો મિડલ ઓર્ડર બરબાદ થઈ ગયો હતો. જેના કારણે IPL ની ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાંલખનઉ સુપરજાયન્ટ્સને મોટી હાર સહન કરવી પડી હતી.
આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવતું હતું, પરંતુ તેનું બેટ મોટે ભાગે શાંત રહેતુંહતું. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વર્ષ 2015માં ઝિમ્બાબ્વે સામે 86 બોલમાં 71 રન બનાવ્યા હતા.
આ પછી, બીજા જ વર્ષે તેણેસિડનીમાં 81 બોલમાં 104 રન બનાવ્યા અને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી, પરંતુ તે પછી તે ટીમ ઈન્ડિયાની અંદર અને બહાર જતો રહ્યો. ઈજાએ તેની પાસેથી ઘણીમોટી તકો પણ છીનવી લીધી હતી. તે શાનદાર શરૂઆતને મોટી કારકિર્દીમાં બદલી શક્યો ન હતો.

IPL માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય
પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ અને પછી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઘણા રન બનાવનારો મનીષ પાંડેએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેની આઈપીએલ કારકિર્દીનીશરૂઆત કરી હતી.
2009માં તે IPL માં સદી ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેણે ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ સામે માત્ર 73 બોલમાં અણનમ 114 રનબનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. એ સમયે અનિલ કુંબલે ત્યારે RCBના કેપ્ટન હતા.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
