કોહલી-શર્માની વિદાય બાદ આ ખેલાડીઓ ભારતીય ટીમને લીડ કરશે, જુઓ લિસ્ટ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ નિવૃતિની જાહેરાત બાદ હવે આ બન્નેની જગ્યા કોણ લેશે તે એક સવાલ છે. આ સવાલનો જવાબ કેટલાક ભારતીય ખેલાડીઓમાં સમાયેલો છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કોચ એન્ડી ફ્લાવરે 5 ને લઈને મોટી વાત કરી છે.

તેમણે એવા ક્રિકેટરોના નામ આપ્યા છે જે ભારતીય ટીમમાં કોહલી અને રોહિતના વારસાને આગળ ધપાવી શકે છે. આ માટે તેમણે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલના નામ લીધા છે.
એન્ડી ફ્લાવરે કહ્યું કે, IPL કોચ તરીકે હું કેટલાક સિલેક્ટેડ ખેલાડીઓ પર નજર રાખીશ. યશસ્વી જયસ્વાલે T20 વર્લ્ડ કપમાં એક પણ મેચ રમી નથી પરંતુ તે એક શાનદાર ખેલાડી છે. શુભમન ગિલના કદને ધ્યાનમાં રાખીને તેની IPL 2024 ની સિઝન સારી નહોંચી પરંતુ તે ખૂબ જ ચતુરાઈથી કામ કરે છે. મને તેનામાં વિરાટ કોહલીની ઝલક દેખાય છે.
એન્ડી ફ્લાવરે કહ્યું કે તે અભિષેક શર્માને સારો દેખાવ કરતા જોવા ઉત્સુક છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ધ્રુવ જુરેલમાં તેને પ્રતિભા જોવા મળી છે. જુરેલે ઇંગ્લેન્ડ સામે 4 ઇનિંગ્સમાં એક અર્ધશતક સહિત 190 રન બનાવ્યા હતા અને સારી કીપિંગ પણ કરી હતી.
ફ્લાવરના મતે, રિયાન પરાગમાં પણ એવી પ્રતિભા છે જે એક ખેલાડીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા હાંસલ કરવા માટે જરૂરી છે.
શુભમન ગિલની વાત કરીએ તો તેને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. 5 મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન ઝિમ્બાબ્વેએ ટીમ ઈન્ડિયાને 13 રને હરાવતાં તેની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત હાર સાથે થઈ હતી. જો કે ભારતે બીજા મુકાબલામાં 100 રનથી જીતીને સિરીઝ બરાબર કરી લીધી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
