ICCની બેસ્ટ મહિલા ક્રિકેટ ટીમમાં ભારતના એક ખેલાડીને મળી જગ્યા, જાણો કોણ છે?
ICCએ મહિલા T20 વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતીય ટીમમાંથી માત્ર રિચા ઘોષને જ તક મળી છે.
ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ICC મહિલા T20 વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીતી લીધો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે ટુર્નામેન્ટનો અંત આવ્યો. ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ICCએ મહિલા T20 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી માત્ર એક ખેલાડીને સ્થાન મળ્યું છે અને તે ખેલાડી છે ભારતીય ટીમની વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ, જેણે આ ટૂર્નામેન્ટમાં બેટ વડે 168 રન બનાવ્યા હતા અને 7 ખેલાડીઓને પણ આઉટ કર્યા હતા.

પ્લેઈંગ ઈલેવનમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ ખેલાડી
તમને જણાવી દઈએ કે ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં મોટાભાગના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના છે. ઓસ્ટ્રેલિયન ટીમના ચાર ખેલાડીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. ઑસ્ટ્રેલિયા પછી, પ્લેઇંગ ઇલેવનમાં સૌથી વધુ 3 ખેલાડીઓ દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવ્યા છે. આ પછી આ ટીમમાં ઈંગ્લેન્ડના 2, ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડના 1-1 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઋચાનુ પ્રદર્શન
ભારતની વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં 9મા ક્રમે છે. તેણે 5 મેચમાં 68.00ની એવરેજ અને 130.77ની સ્ટ્રાઈક રેટથી 136 રન બનાવ્યા છે. રિચા ઘોષે ટૂર્નામેન્ટમાં 15 ફોર અને 2 સિક્સર ફટકારી છે. આ સિવાય તેણે 7 બેટ્સમેનોને પણ આઉટ કર્યા છે.

આ છે ICCની ટીમ ઓફ ટુર્નામેન્ટ
તાજમીન બ્રિટ્સ, એલિસા હીલી (wk), લૌરા વોલ્વાર્ડ, નેટ સાયવર બ્રન્ટ (c), એશ ગાર્ડનર, રિચા ઘોષ, સોફી એક્લેસ્ટોન, કરિશ્મા રામહરેક, ડી'આર્સી બ્રાઉન, શબનમ ઈસ્માઈલ, મેગન સૉટ.
ઓર્લા પ્રેન્ડરગાસ્ટને 12મા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
