'મારી પત્નીને લાગ્યુ કે...' અનિલ કુંબલેએ પત્નીને લઇ આપ્યુ નિવેદન, સામે આવી જડબુ તુટવાની કહાની
ક્રિકેટના મેદાન પર ઘણી વખત ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ માટે રમતા જોવા મળ્યા છે. ગયા વર્ષે બાંગ્લાદેશ સામે, રોહિત શર્માએ તૂટેલા અંગૂઠા સાથે બેટિંગ કરીને દિલ જીતી લીધું હતું. રોહિત શર્મા સિવાય એવા ઘણા ભારતીય ખેલાડીઓ છે જેમણે પીડા સહન કરીને જીતની ભાવના સાથે મેદાનમાં ઉતરવાનું પરાક્રમ કર્યું છે.
ભૂતપૂર્વ ભારતીય સ્પિન બોલર અનિલ કુંબલે જ્યારે તૂટેલા જડબા સાથે મેદાન પર આવ્યો ત્યારે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 2002માં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ હતી અને ત્યાંની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર માર્ક ડિલિયનનો ઝડપી બાઉન્સર અનિલ કુંબલેના જડબા પર વાગી ગયો હતો. બોલની ઝડપ એટલી ઝડપી હતી કે અનિલ કુંબલેનું જડબું તૂટી ગયું હતું.

ઈજાગ્રસ્ત થયા પછી પણ અનિલ કુંબલેએ હાર ન માની. તે મેદાન પર જ રહ્યો અને મેચ ડ્રો કરવામાં સફળ રહ્યો. બેટિંગ કર્યા બાદ તે બોલિંગ કરવા માટે બહાર આવ્યો હતો. તેણે તૂટેલા જડબા સાથે સતત 14 ઓવર ફેંકી અને ખતરનાક બેટ્સમેન બ્રાયન લારાને આઉટ કર્યો. અનિલ કુંબલેના આ યાદગાર સ્પેલને ચાહકો આજે પણ ભૂલી શક્યા નથી.
જિયો સિનેમા પરના પોતાના ઈન્ટરવ્યુમાં અનિલ કુંબલેએ જણાવ્યું હતું કે મેં મારી પત્ની ચેતનાને કહ્યું કે મારે ઓપરેશન માટે ભારત પરત ફરવું છે, તેણે બેંગ્લોરમાં બધી વ્યવસ્થા કરી હતી, ફોન મુકતા પહેલા મેં તેને કહ્યું હતું કે હું બોલિંગ કરવા જઈ રહ્યો છું, પરંતુ તેણે મારી વાતને સિરીયસલી ના લીધી, તેણે વિચાર્યું કે હું મજાક કરી રહ્યો છું.
તે પ્રવાસને યાદ કરતાં અનિલ કુંબલેએ કહ્યું કે જ્યારે હું ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે સચિન તેંડુલકર બોલિંગ કરી રહ્યો હતો. મને લાગ્યું કે અહીં વિકેટ લેવાની પણ મારી જવાબદારી છે. જો અમે વિકેટ લીધી હોત તો અમે મેચમાં વાપસી કરી શક્યા હોત. આ જ કારણ હતું કે મેં બોલિંગ કરવાનો નિર્ણય લીધો.












Click it and Unblock the Notifications
