રોહિત શર્માએ અનફૉલો કરતા અનુષ્કાએ આપ્યો આ જવાબ! સામે આવી ટીમ ઈન્ડિયાની જૂથબાજી
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ.
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયામાં બધુ ઠીક નથી ચાલી રહ્યુ. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. જેમાં પહેલા જૂથમાં વિરાટ કોહલી તો બીજા જૂથમાં રોહિત શર્મા છે. ગલ્ફ ન્યૂઝ સહિત ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઈન્ડિયા એક નહોતી. આ સમાચારને એ સમયે વધુ હવા મળી જ્યારે રોહિત શર્મા સાથે જોડાયેલી કંઈક એવી વાતો સામે આવી કે જે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ વચ્ચેના મતભેદો ખુલીને દર્શાવે છે.

રોહિત શર્માએ વિરાટ અને અનુષ્કાને કર્યા અનફૉલો
મુંબઈ મિરરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માને સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફૉલો કરી દીધા છે. રોહિત શર્મા આ પહેલા જ વિરાટ કોહલીને અનફૉલો કરી ચૂક્યા છે. જો કે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્માને ફૉલો કરી રહ્યા છે. પરંતુ આમાં હવે ટ્વિસ્ટ એટલા માટે આવી ગયો છે કારણકે અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જો કે આ પોસ્ટમાં તેણે કોઈનુ નામ નથી લીધુ પરંતુ આને રોહિત શર્મા માટે પલટવાર તરીકે માનવામાં આવી રહ્યુ છે.

અનુષ્કા શર્માએ લખ્યુ ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ
વાસ્તવમાં અનુષ્કા શર્મા કોઈનુ નામ લીધા વિના પોતાના સ્ટેટસમાં લખ્યુ છે કે, ‘એક બુદ્ધિમાન વ્યક્તિએ કંઈ નથી કહ્યુ. માત્ર સત્ય જ છે જે જૂઠના દેખાડામાં નથી પડતુ.' પરંતુ અનુષ્કા શર્માના આ સ્ટેટસને રોહિત શર્મા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે અને કહેવામાં આવી રહ્યુ છે કે તેણે આના દ્વારા રોહિત શર્માને જવાબ આપ્યો છે. હવે જોવાનુ એ છે કે જૂથબાજી અહી સુધી સીમિત રહી જાય છે કે પછી આગળ પણ વાર-પલટવાર જોવા મળશે.

ઘણા સમયથી પડી ચૂકી હતી ખેલાડીઓ વચ્ચે તિરાડ
વાસ્તવમાં તમને જણાવી દઈએ કે મોટી હસ્તીઓ પાસે ગુસ્સો કે નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા સૌથી મોટુ હથિયાર છે. જો કે અનુષ્કા શર્મા ઈન્સ્ટાગ્રામ પર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહને ફૉલો નથી કરતી. રિતિકા સજદેહ પણ વિરાટ અને અનુષ્કા શર્માને ફૉલો નથી કરતી. એ વાત પણ છે કે પહેલા આ લોકો એકબીજાના ફૉલો કરતા હતા કે નહિ એ વાતની પણ માહિતી નથી. પરંતુ મીડિયા રિપોર્ટમાં હવે એ વાત સામે આવી રહી છે કે બંને ખેલાડીઓ વચ્ચે તિરાડ ઘણી પહેલાથી પડી ગઈ હતી જ્યારે રોહિત શર્મા અને તેના ઓપનિંગ દરમિયાન તેમનો સાથ આપનાર શિખર ધવને વિરાટ કોહલી સાથે જોડાયેલી મેનેજમેન્ટ કંપનીથી પોતાને અલગ કરી દીધા હતા.












Click it and Unblock the Notifications
