Arjun Tendulkar Wedding: સચિન તેંડુલકરના ઘરે ગુંજશે શરણાઈ, અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્નની તારીખ કન્ફર્મ
Arjun Tendulkar Wedding: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ હવે અર્જુન અને તેની મંગેતર સાનિયા ચંડોકના લગ્નની તારીખ ફાઈનલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. વર્ષ 2026ની શરૂઆત તેંડુલકર પરિવાર માટે ખૂબ જ ખુશીઓ લઈને આવી છે.

ક્યારે અને ક્યાં યોજાશે લગ્ન મહોત્સવ?
તાજા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને સાનિયાના લગ્નની વિધિઓ 3 માર્ચ 2026થી શરૂ થશે. જ્યારે લગ્નનો મુખ્ય સમારોહ 5 માર્ચ 2026ના રોજ મુંબઈમાં જ યોજાશે.
માર્ચ મહિનામાં જ આઈપીએલ (IPL 2026) પણ શરૂ થવાની છે, પરંતુ તે પહેલા જ અર્જુન આ નવી ઈનિંગની શરૂઆત કરી દેશે. આ લગ્ન સમારોહ ખૂબ જ ખાનગી રાખવામાં આવશે, જેમાં માત્ર પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને ક્રિકેટ જગતની ગણી-ગાંઠી હસ્તીઓ જ હાજરી આપે તેવી શક્યતા છે.
કોણ છે સચિનની પુત્રવધૂ સાનિયા ચંડોક?
અર્જુનની થનારી પત્ની સાનિયા ચંડોક મુંબઈના પ્રતિષ્ઠિત અને અમીર વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
- પરિવાર: તે મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી છે. તેમનો પરિવાર 'ગ્રેવિસ હોસ્પિટાલિટી' (Graviss Hospitality) ગ્રુપનો માલિક છે, જે ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલ અને ઘણા મોટા ફૂડ બ્રાન્ડ્સ ચલાવે છે.
- કારકિર્દી: સાનિયા પોતે એક સફળ આંત્રપ્રિન્યોર છે અને પેટ કેર બ્રાન્ડ 'Mr. Paws'ની સ્થાપક છે.
- ખાસ કનેક્શન: સાનિયા અને સચિનની દીકરી સારા તેંડુલકર ખૂબ જ જૂની અને પાકી બહેનપણીઓ છે.
ઓગસ્ટ 2025માં થઈ હતી સગાઈ
અર્જુન અને સાનિયાએ ઓગસ્ટ 2025માં એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી. શરૂઆતમાં તેંડુલકર પરિવારે આ બાબત ગુપ્ત રાખી હતી, પરંતુ બાદમાં એક ઈવેન્ટ દરમિયાન સચિન તેંડુલકરે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી અને પુત્રના લગ્ન માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ક્રિકેટમાં પણ નવો વળાંક: LSG તરફથી રમશે અર્જુન
વર્ષ 2026 અર્જુન માટે અંગત જીવનની સાથે પ્રોફેશનલ લાઈફમાં પણ મહત્વનું રહેશે. આઈપીએલ 2026 માટે અર્જુન તેંડુલકરને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આમ, લગ્ન બાદ અર્જુન નવી ટીમ સાથે મેદાનમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
