ટીમ ઇન્ડિયાના 'નેહરાજી'એ લીધો સંન્યાસ, આગળની યોજના જણાવી

Written By:
Subscribe to Oneindia News

ખેલાડી આશિષ નેહરાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પોતાના હોમ ગ્રાઉન્ડ ફિરોઝ શાહ કોટલાથી જ તેમણે સંન્યાસ લીધો હતો. બુધવારે ફિરોઝ શાહ કોટલા મેદાન પર ન્યૂઝિલેન્ડ અને ભારત વચ્ચે મેચ રમાઇ હતી, જે પછી તેમણે આ જાહેરાત કરી હતી. તેમના 18 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરમાં આશિષ નેહરાએ અનેક પ્રકારની ઇજા સાથે સતત સંઘર્ષ કર્યો છે. તેમણે આ અંગે કહ્યું હતું કે, હવે મારા શરીરને આરામ મળશે. હું નસીબદાર છું કે, મને મારા હોમ ગ્રાઉન્ડથી જ ક્રિકેટ કરિયરને અલવિદા કહેવાની તક મળી.

Ashish Nahra

હવે શું કરશે આશિષ નેહરા?

આશિષ નેહરાએ આગળ કહ્યું કે, હું ક્રિકેટ ખૂબ મિસ કરીશ. પરંતુ હવે હું થોડા દિવસ આરામ કરીશ અને પછી વિચારીશ કે આગળ શું કરવું. હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય નથી લીધો. મને માત્ર ક્રિકેટ જ આવડે, એટલે ભવિષ્યમાં ક્રિકેટ કોચિંગ કરું કે કોમેન્ટ્રી પણ કરી શકું છું. આશિષ નેહરાને શરૂઆત જ ફૂટબોલ રમવાનો ખૂબ શોખ છે. સંન્યાસ લેતા પહેલા એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં હું મોટેભાગે ફૂટબોલ નહોતો રમી શકતો, મને હંમેશા ડર રહેતો કે જો ઇજા થઇ તો બીજા દિવસે મેચ નહીં રમી શકાય. હવે રિટાયર થયા બાદ તેઓ ફૂટબોલ રમવા માંગે છે.

ટીમ ઇન્ડિયાના નેહરાજી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર તરીકે 19 વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી આશિષ નેહરા પોતાના કરિયરમાં ટીમ ઇન્ડિયાના 7 કપ્તાનોની આગેવાનીમાં રમી ચૂક્યાં છે. ટીમ ઇન્ડિયાના આશિષ નહેરાના સાથી ખેલાડીઓ તેમને નેહરાજી કહીને બોલાવે છે, આ ખેલાડીઓમાં વીરેન્દ્ર સેહવાગનું નામ પણ આવે છે. આ પરથી જ ખ્યાલ આવે કે ટીમ ઇન્ડિયામાં તેમનું શું સ્થાન હશે.

English summary
ashish nehra said he may be coaching or commentary after retirement from cricket.
Please Wait while comments are loading...