સ્મિથ-કોહલીની ચણભણમાં અમિતાભનો સણસણતો જવાબ

Written By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયા ના ખેલાડીઓ વચ્ચે ચણભણ ચાલી રહી છે. બેંગ્લુરૂ ટેસ્ટ મેચ માં વિરાટ કોહલી અને સ્મિથ વચ્ચે બોલાચાલી થઇ હતી, તો રાંચી ટેસ્ટમાં ફરી એકવાર મેક્સવેલ સાથે વિરાટને ચણભણ થઇ હતી.

આ મામલો હજુ શાંત પડે એ પહેલાં જ ઑસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલી પર પ્રહારો કર્યા છે. ઑસ્ટ્રેલિયાની મીડિયાએ વિરાટ પર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ વિશે ખોટી અફવાઓ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને સાથે જ તેને રમત જગતના ડોનાલ્ડ ટ્રંપ ની ઉપાધિ આપી છે.

વિશ્વ ખેલ જગતના 'ટ્રંપ' વિરાટ કોહલી

વિશ્વ ખેલ જગતના 'ટ્રંપ' વિરાટ કોહલી

ઑસ્ટ્રેલિયાના ડેલી ટેલિગ્રાફ નામના અખબારે લખ્યું છે, 'વિરાટ કોહલી વિશ્વ ખેલ જગતના ડોનાલ્ડ ટ્રંપ બની ગયા છે. રાષ્ટ્રપતિ ટ્રંપની માફક જ વિરાટ પોતાની ભૂલો ઢાંકવા માટે મીડિયાને માથે દોષનો ટોપલો ઠાલવે છે. ભારતીય કપ્તાન જાણે કાદાકીય વ્યવસ્થા અને નિયમોથી પર બની ગયા છે, આઇસીસી કે તેમના બોર્ડે વિરાટ કોહલીને ખોટી ખબરો ફેલાવતા અટકાવવા માટે કોઇ પગલાં નથી લીધા.'

આઇસીસી અને બીસીસીઆઇ પણ નિશાના પર

આઇસીસી અને બીસીસીઆઇ પણ નિશાના પર

ઑસ્ટ્રેલિયન અખબારોના લેખમાં આઇસીસી અને બીસીસીઆઇની ખૂબ મજાક ઉડાવવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, 'કોહલી સતત ભૂલો કરી રહ્યાં છે, આમ છતાં આઇસીસી કે બીસીસીઆઇ કોઇ એક્શન નથી લઇ રહ્યાં. આમ કરીને આઇસીસી ભારતીય કપ્તાનને ખેલ ભાવનાને મારવાની છૂટ આપી રહ્યું છે.'

ક્રિકેટ પર ફોકસ કરોઃ સુનીલ ગાવસ્કર

ક્રિકેટ પર ફોકસ કરોઃ સુનીલ ગાવસ્કર

ઑસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટ કોહલી પર કરેલા પ્રહારો અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિરાટનો સાથ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઑસ્ટ્રેલિયન મીડિયા તેમની ટીમ માટે સપોર્ટિંગ સ્ટાફનું કામ કરે છે. આથી તેમની વાતોને ધ્યાનમાં ન લેતાં ક્રિકેટ પર ફોકસ કરવું જોઇએ.

વિરાટની વ્હારે અમિતાભ બચ્ચન

બોલિવૂડના શહેનશાહ અમિતાભે પણ આ મામલે ઝંપલાવ્યું છે, તેઓ ઓસ્ટ્રેલિયન મીડિયા સામે વિરાટ કોહલીની વ્હારે આવ્યા છે. ઑસ્ટ્રેલિયન મીડિયાને તગડો જવાબ આપતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું છે કે, ઑસ્ટ્રેલિયન મીડિયા વિરાટ કોહલીને રમત જગતના ડોનાલ્ડ ટ્રંપ કહી રહી છે! વિરાટ કોહલીને વિજેતા અને રાષ્ટ્રપતિ સ્વીકારવા માટે ઑસ્ટ્રેલિયન મીડિયાનો આભાર!!

શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

ઉલ્લેખનીય છે કે, રાંચી ટેસ્ટ પહેલાં બંન્ને ટીમોના ખેલાડીઓ વચ્ચે બોલીચાલી થઇ હતી. ફીલ્ડિંગ દરમિયાન વિરાટ કોહલીના ખભા પર ઇજા થતા તેઓ જલ્દી આઉટ થઇ ગયા હતા, ત્યારે ગ્લેન મેક્સવેલે પોતાના ખભા પર હાથ મુકી વિરાટની મજાક ઉડાવી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાની બે વિકેટ લેતાં વિરાટે પણ તેમની જ ભાષામાં જવાબ પકડાવ્યો હતો. ઑસ્ટ્રેલિયન મીડિયામાં છપાયેલા લેખ અનુસાર આ મેચના કોઇ ફૂટેજમાં ઑસ્ટ્રેલિયન ખેલાડી આવી કોઇ હરકત કરતા જોવા મળ્યા નથી.

બેંગ્લુરૂ ટેસ્ટમાં પણ થયો હતો વિવાદ

બેંગ્લુરૂ ટેસ્ટમાં પણ થયો હતો વિવાદ

બેંગ્લુરૂ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન ઉમેશ યાદવે સ્મિથને એલબીડબલ્યુ આપ્યા બાદ સ્મિથ ડીઆરએસ લેવા માટે ઑસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમ પાસે સંકેત માંગતા જોવા મળ્યા હતા. જે પછી વિરાટ અને સ્મિથ વચ્ચે મેદાન પર જ બોલાચાલી થઇ ગઇ હતી. મેચ પૂરી થયા બાદ મીડિયા મીટ દરમિયાન પણ વિરાટે સ્મિથ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. જે અંગે આઇસીસી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, બેમાંથી કોઇ ખેલાડી પર આચાર સંહિતાનો કોઇ કેસ બનતો નથી, જે થયું એ આવેશમાં થયું અને આથી મામલો ત્યાં જ પૂરો થાય છે.

English summary
Aussi Media called Virat Kohli, Donald Trump of Sports. Bollywood actor supports Virat Kohli.
Please Wait while comments are loading...