વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તૂટ્યો! Ayush Mhatreએ 68 બોલમાં રચ્યો નવો ઈતિહાસ
Ayush Mhatre breaks Vaibhav Suryavanshi Record: હાલ ભારતીય પુરુષ ટેસ્ટ ક્રિકેટ ટીમ માન્ચેસ્ટર ખાતે યજમાન ટીમ ઇંગ્લેન્ડના આંગણે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે ત્યારે ભારતીય અંડર 19 ટીમના શાનદાર ખેલાડી અને કપ્તાન આયુષ મ્હાત્રેએ તેનાજ સાથી ખેલાડી અને ઓપનિંગ પાર્ટનર વૈભવ સૂર્યવંશીનો એક વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

આયુષ મ્હાત્રેએ વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ તોડ્યો (Ayush Mhatre breaks Vaibhav Suryavanshi Record)
હાલ ભારતીય અંડર-19 ટીમની ઈંગ્લેન્ડ સામે બીજી યુવા ટેસ્ટ ચાલી રહી છે. આ ટેસ્ટ મેચ શરૂ થતાંની સાથેજ ભારતીય અંડર-19 ટીમના કપ્તાને ઇંગ્લેન્ડના બોલરોને તેમની શાનદાર બેટિંગના દર્શન કરાવવાનું ચાલુ કરી દીધું છે. ઈંગ્લેન્ડ ખાતે રમાઈ રહેલ આ બીજી યુવા ટેસ્ટ મેચમાં આયુષ મ્હાત્રેએ એક શાનદાર છગ્ગો ફટકારીને તેનીજ ટીમના સાથી મિત્ર અને પાછા ઓપનિંગ પાર્ટનર વૈભવ સૂર્યવંશીનો એક રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરતાં આયુષે આ સિદ્ધિ માત્ર 68 બોલમાં મેળવી છે.
ભારતીય ક્રિકેટ જગતના સૌથી નાની ઉંમરના બેટ્સમેન એવા વૈભવ સૂર્યવંશીએ 2024માં ઓસ્ટ્રેલિયા અંડર 19 ટીમ સામે પોતાની સાથી પહેલી ડેબ્યૂ મેચમાં ધમાકેદાર બેટિંગ કરીને કંગારુઓ સામે શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ સામે જ્યારે વૈભવે આ કમાલ કરી ત્યારે વૈભવ સૂર્યવંશીએ 14 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 104 રન ફટકાર્યા હતા અને આ મેચમાં વૈભવનો સ્ટ્રાઇક રેટ 167.74 હતો. અંડર 19 ટેસ્ટમાં 150થી વધુના સ્ટ્રાઇક રેટથી રન બનાવવાનો આ રેકોર્ડ અત્યાર સુધી માત્ર વૈભવના નામે હતો જે હવે આયુષના નામે થઈ ગયો છે.
આયુષ મ્હાત્રે ફટકાર્યા શાનદાર 126 રન
ભારતીય અંડર-19 ટીમના કપ્તાન આયુષ મ્હાત્રેએ ઇંગ્લેન્ડના આંગણે રમાઈ રહેલ બીજી યુવા ટેસ્ટમાં સ્ફોટક બેટિંગ કરીને એક નવો કીર્તિમાન તેના નામે કરી દીધો છે. આયુષ મ્હાત્રે આ ટેસ્ટ મેચમાં કુલ 80 બોલનો સામનો કરીને 157.50ના સ્ટ્રાઇક રેટથી 126 રન ફટકાર્યા હતા પરંતુ વાત જ્યારે રેકોર્ડની આવે છે ત્યારે આયુષે માત્ર 68 બોલ પર વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
વરસાદને કારણે ડ્રો થયો મેચ
મ્હાત્રેની ઇનિંગ ઉપરાંત, અભિજ્ઞાન કુંડુએ પણ 65 રન બનાવીને ભારતને મજબૂત બનાવ્યું. અંતે, હરવંશ પંગાલિયા 29 રન બનાવીને અણનમ રહ્યા. ભારતનો સ્કોર 290/6 સુધી પહોંચી ગયો હતો, પરંતુ નબળા પ્રકાશ અને પછી વરસાદને કારણે મેચ અધવચ્ચે જ રોકાઈ ગઈ. પરિણામે, મેચ ડ્રો જાહેર કરવામાં આવી. રાલ્ફી આલ્બર્ટે ઇંગ્લેન્ડ માટે શાનદાર બોલિંગ કરી અને 4 વિકેટ લીધી. તેમના સિવાય, બેન મેયસ અને એલેક્સ ગ્રીનને પણ 1-1 સફળતા મળી.
બ્રેન્ડન મેક્કુલમનો રેકોર્ડ તૂટ્યો
2001માં, 19 વર્ષીય બ્રેન્ડન મેક્કુલમે દક્ષિણ આફ્રિકા સામે 108.41ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. 24 વર્ષ પછી, આયુષ મ્હાત્રેએ બ્રેન્ડન મેક્કુલમનો આ રેકોર્ડ તોડ્યો છે. બ્રેન્ડન મેક્કુલમે ઇંગ્લેન્ડ સામે બંને ઇનિંગમાં લગભગ 121.17ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.












Click it and Unblock the Notifications
