For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા IPL માટે ફ્રેન્ચાઇઝીની બેઝ પ્રાઇઝ 400 કરોડ રૂપિયા, MIની 446 કરોડમાં વેચાઇ હતી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિલા IPLના આયોજનની તૈયારીઓમાં પૂરજોશમાં છે. બોર્ડ હાલમાં આ મહિલા ટી20 લીગની હરાજી માટે તૈયારી કરી રહ્યું છે અને જો અહેવાલોનું માનીએ તો બોર્ડે હરાજીમાં ફ્રેન્ચાઇઝી માટે 400 કરોડ રૂપિયા

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહિલા IPLના આયોજનની તૈયારીઓમાં પૂરજોશમાં છે. બોર્ડ હાલમાં આ મહિલા ટી20 લીગની હરાજી માટે તૈયારી કરી રહ્યું છે અને જો અહેવાલોનું માનીએ તો બોર્ડે હરાજીમાં ફ્રેન્ચાઇઝી માટે 400 કરોડ રૂપિયાની બેઝ કિંમત રાખી છે. બોર્ડને અપેક્ષા છે કે દરેક ફ્રેન્ચાઇઝી રૂ. 1,000 કરોડથી વધુમાં વેચાઇ શકે છે.

પાંચ ફ્રેન્ચાઈઝીની હરાજી થશે

પાંચ ફ્રેન્ચાઈઝીની હરાજી થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI આગામી ટુર્નામેન્ટ માટે કોન્ટ્રાક્ટ દ્વારા પાંચ ફ્રેન્ચાઈઝીની હરાજી કરવા પર વિચાર કરી રહી છે. વિજેતા ફ્રેન્ચાઇઝી પાંચ વર્ષના સમયગાળામાં સમાન હપ્તામાં બીસીસીઆઇને માલિકી ફી ચૂકવશે અને પુરુષોની આઇપીએલની જેમ, કાયમ માટે સંપત્તીના માલિક બની જશે. તમને જણાવી દઈએ કે 2007-08માં IPLની પ્રથમ આવૃત્તિમાં મુંબઈ ઈન્ડિયન્સે 446 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

ઇ ઓક્શન ધરાશે હાથ

ઇ ઓક્શન ધરાશે હાથ

તમને જણાવી દઈએ કે ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં ઈ-ઓક્શન હાથ ધરશે. 18 ઓક્ટોબરે મુંબઈમાં યોજાયેલી 91મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન BCCI જનરલ બોડી દ્વારા મહિલા IPLને મંજૂરી આપવામાં આવી હતી. મહિલા IPL દરમિયાન, ટેબલમાં ટોચ પર રહેનારી ટીમને સીધી ફાઇનલમાં પ્રવેશ મળશે જ્યારે બીજી અને ત્રીજી ટીમ ફાઇનલમાં પહોંચવા માટે એલિમિનેટર મેચ રમશે.

બીસીસીઆઇએ આપી મંજુરી

બીસીસીઆઇએ આપી મંજુરી

તમને જણાવી દઈએ કે BCCIની જનરલ બોડીએ મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને મંજૂરી આપી દીધી છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને સ્પર્ધાત્મક ટીમોનું સારું સંતુલન રહે તે માટે મહિલા IPL માટે પાંચ ટીમોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક ટીમમાં ઓછામાં ઓછા 18 ખેલાડીઓ હોઈ શકે છે, જેમાં કોઈપણ ટીમમાં છ કરતાં વધુ વિદેશી ખેલાડીઓ ન હોય. બોર્ડે તમામ રાજ્ય ક્રિકેટ યુનિયનોને આ નોટિસ જારી કરી છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Base price of franchise for women's IPL Rs 400 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X