For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઈન્ડિયાની પસંદગીમાં થઇ મોટી ચૂક! આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં નહીં રમે આ ખેલાડી

પસંદગીકારોએ આ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે એક ખેલાડીની પસંદગી ન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાનો મોટો દાવેદાર માનવામાં આવતો હતો.

|
Google Oneindia Gujarati News

ભારતે 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. આ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 9 જૂનથી 19 જૂન સુધી રમાશે. ટીમ ઈન્ડિયાની પસંદગીમાં મોટી ભૂલ થઈ છે. વાસ્તવમાં, પસંદગીકારોએ આ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે એક ખેલાડીની પસંદગી ન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ખેલાડીને સાઉથ આફ્રિકા સામેની T20 ઈન્ટરનેશનલ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ થવાનો મોટો દાવેદાર માનવામાં આવતો હતો.

આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં આ ખેલાડીની ખોટ રહેશે

આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં આ ખેલાડીની ખોટ રહેશે

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં મોહસીન ખાનની ખોટ રહેશે. મોહસિન ખાન લગભગ 150કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી બોલિંગ કરતી વખતે બોલને સ્વિંગ કરવામાં માહેર છે.

મોહસીન ખાન ડાબા હાથથી ઝડપી બોલિંગ કરે છે.મોહસીન ખાનની ફાસ્ટ બોલિંગમાં ભારતના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનની ઝલક જોવા મળે છે.

IPL 2022માં મચાવ્યો તરખાટ

IPL 2022માં મચાવ્યો તરખાટ

મોહસીન ખાને IPL 2022માં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા 8 મેચમાં 13 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 5.93રહ્યો છે. IPLમાં મોહસીન ખાનનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 16 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ દક્ષિણઆફ્રિકા સામેની 5 મેચની T20 ઈન્ટરનેશનલ શ્રેણી માટે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકજેવા ઝડપી બોલરોની પસંદગી કરી છે, પરંતુ મોહસીન ખાનને તક આપી નથી.

ભારતની T20 આંતરરાષ્ટ્રીય ટીમ

ભારતની T20 આંતરરાષ્ટ્રીય ટીમ

લોકેશ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન), દિનેશ કાર્તિક(વિકેટકિપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ,અવેશ ખાન, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Big mistake in selection of Team India! this player will not play in the T20 series against Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X