Border Gavaskar Trophy : આર અશ્વિનને રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

R Ashwin Record : આ ટેસ્ટ મેચમાં ભારત પ્રથમ બોલિંગ કરી રહ્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ભારત માટે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે.

Border Gavaskar Trophy : નાગપુરમાં રમાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ રમવામાં આવશે. આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બે રનના સ્કોર પર ટીમના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને 82 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી હતી, પરંતુ જાડેજાએ એક ઓવરમાં બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર લાવી દીધું હતું.

આ પછી તેણે સ્મિથને પણ આઉટ કર્યો હતો. પીટર હેન્ડ્સકોમ્બ અને એલેક્સ કેરીએ પણ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ અશ્વિને આ જોડી તોડી નાખી હતી. આ પછી તેણે જાડેજા સાથે મળીને 177 રનમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. તેના સિવાય માત્ર સ્ટીવ સ્મિથ (37), એલેક્સ કેરી (36) અને પીટર હેન્ડ્સકોમ્બ (31) બે આંકડાને સ્પર્શી શક્યા હતા. ભારત તરફથી જાડેજાએ પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ટેસ્ટમાં 11મી વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ લેવાનું કારનામું કર્યું હતું. આ સાથે જ અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં પોતાની 450 વિકેટ પણ પૂરી કરી હતી. શમી અને સિરાજને એક-એક વિકેટ મળી હતી.

પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત 56 અને રવિચંદ્રન અશ્વિન ખાતું ખોલાવ્યા વિના ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 177 રન બનાવ્યા હતા. આ સંદર્ભમાં કાંગારૂ ટીમ ભારતથી 100 રન આગળ છે અને ભારતની નવ વિકેટ બાકી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટોડ મર્ફીએ એકમાત્ર વિકેટ લીધી હતી. તેણે 20 રનના સ્કોર પર લોકેશ રાહુલને આઉટ કર્યો હતો.

બોર્ડર ગાવસ્કર ટ્રોફી હેઠળ રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ભારત માટે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિને આ સિરીઝમાં પોતાની પહેલી વિકેટ લેતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. (R ashwin record)

ભારત વિ ઓસ્ટ્રેલિયા (R ashwin record)

ભારત વિ ઓસ્ટ્રેલિયા (R ashwin record)

આર અશ્વિને 450 ટેસ્ટ વિકેટ ઝડપી લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિને નાગપુરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમવિકેટ લેતાની સાથે જ આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

89મી ટેસ્ટ મેચમાં તેની 450મી વિકેટ લીધી

89મી ટેસ્ટ મેચમાં તેની 450મી વિકેટ લીધી

ભારતના સ્પિનર​આર અશ્વિને તેની 450મી ટેસ્ટ વિકેટ ગુરુવાર 9 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરિઝનીપ્રથમ ટેસ્ટ મેચમાં મેળવી હતી. અશ્વિને તેની 89મી ટેસ્ટ મેચમાં તેની 450મી વિકેટ લઈને આ સિદ્ધિ મેળવનારો સૌથી ઝડપી ભારતીયબોલર બનવા માટે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે.

વિકેટનો રેકોર્ડ

વિકેટનો રેકોર્ડ

ભારતીય ઓફ સ્પિનર​હવે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ તેની 450મી ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બોલર છે, જેણેતેની 80મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીને અશ્વિન બોલ્ડ કર્યોહતો. અશ્વિને ટેસ્ટ મેચમાં એલેક્સ કેરીને 36 રન પર પેવેલિયન મોકલીને તેની 450મી વિકેટ મેળવી હતી.

નાગપુર ટેસ્ટ

નાગપુર ટેસ્ટ

આ સાથે નાગપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં એલેક્સ કેરીના રૂપમાં અશ્વિને ભારતને છઠ્ઠી સફળતા પણ અપાવી હતી. ભારત અનેઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X