For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-12: ચેન્નઈ સુપર કિંગ્સની ધમાકેદાર જીત, RCBને 7 વિકેટે હરાવી

IPL-12: CSKની ધમાકેદાર જીત, RCB 7ને વિકેટે હરાવ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 23 માર્ચ 2019થી આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. પહેલો મુકાબલો આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયો હતો. ટોસ જીતી મહેન્દ્ર સિંહ ધોની વિરાટ કોહલીને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે પહેલી મેચમાં બેંગ્લોરે ગંભીર રીતે હારનો સામનો કરવો પડ્યો.

csk

પહેલા બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 17.1 ઓવરમાં જ માત્ર 70 રન બનાવી આઉટ થઈ ગયું હતું. બેંગ્લોર તરફથી પાર્થિવ પટેલે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી હરભજન સિંહે વિરાટ કોહલી, મોઈન અલી અને એબી ડિવિલિયર્સની ત્રણ મોટી વિકેટ ઝડપીને બેંગ્લોરને મોટો ફટકો આપ્યો હતો. ઉપરાંત ઈમરાન તાહિરે પણ ત્રણ વિકેટ ઝડપી હતી તથા રવિન્દ્ર જાડેજાએ 2 અને ડ્વેન બ્રાવોએ એક વિકેટ ઝડપી હતી.

71 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલ ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર શેન વૉટ્સન 0 રનમાં આઉટ થઈ ગયા હતા. ચેન્નઈ તરફથી અંબાતી રાયડુએ સૌથી મોટી 28 રનની ઈનિંગ મી હતી જ્યારે સુરેશ રૈનાએ 19 અને કેદાર જાદવે 13 રન ફટકાર્યા હતા. બેંગ્લોર તરફથી યૂઝવેન્દ્ર ચહલ, મોઈન અલી અને મોહમ્મદ સિરાઝે 1-1 વિકેટ ઝડપી હતી. પહેલી મેચ જો કે બેંગ્લોરે ગુમાવી દીધી. હવે કાલે દિલ્હી અને મુંબઈ તથા હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે મુકાબલો રમાનાર છે.

આ પણ વાંચો- IPL 2019: સનરાઈઝર્સ હૈદરાબાદે કરી સ્પષ્ટતા, કોણ હશે ટીમનો કેપ્ટન

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
csk vs rcb: chennai super kings won by 7 wicket against rcb
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X