DC vs LSG Dream11 Prediction: લખનઉ અને દિલ્હીના આ ખેલાડીઓ કરશે પોઇન્ટનો વરસાદ, આ રીતે બનાવો તમારી ટીમ
DC vs LSG Dream11 Prediction: દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે યજમાન દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે 64મી મેચ રમાશે. દિલ્હી માટે આ મેચમાં હાર-જીત મહત્વની નથી, કારણ કે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઇ ચૂંકી છે.
લખનઉ માટે આ સ્પર્ધા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ જીતીને લખનઉ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચવાનો પ્રયાસ કરશે. હાલમાં આરસીબી પાંચમા નંબર પર છે. RCB અને લખનઉ બંને પ્લેઓફની રેસમાં યથાવત છે. આવી સ્થિતિમાં મેચ ખાસ છે.
છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હૈદરાબાદ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં કેએલ રાહુલ એન્ડ કંપની આ મેચમાં કોઈ ભૂલ કરવાનું પસંદ કરશે નહીં. સારા માર્જિનથી જીત નોંધાવીને, લખનઉ તેના નેટ રન રેટમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરશે. મેચની ડ્રીમ ઈલેવન પણ મહત્વની છે.

દિલ્હી કેપિટલ્સ VS લખનઉ સુપર જાયન્ટ્સ ડ્રીમ 11
- કેપ્ટન : માર્કસ સ્ટોઇનિસ
- વાઇસ કેપ્ટન : ટ્રિસ્ટન સ્ટબ્સ
- વિકેટકીપર : શાઈ હોપ, ક્વિન્ટન ડી કોક
- બેટ્સમેન : ફ્રેઝર મેકગર્ક, ટ્રિસ્ટન સ્ટબ્સ, આયુષ બદોની
- ઓલરાઉન્ડર : કૃણાલ પંડ્યા, અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ
- બોલર : કુલદીપ યાદવ, યશ ઠાકુર, નવીન ઉલ હક
સ્ટોઈનિસને કેપ્ટન બનાવવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિઝનમાં તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં પોતાના હાથ બતાવ્યા છે.
તેમણે અલગ-અલગ સમયે ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું છે. તેમને પસંદ કરીને ટીમનો કેપ્ટન બનાવવો જોઈએ. કારણ કે, ઓલરાઉન્ડર હોવાને કારણે તે વધુ પોઈન્ટ આપી શકે છે.
કેએલ રાહુલને આ ટીમમાં ન રાખવા પાછળ એક કારણ પણ છે. બેટિંગ કરતી વખતે તે ધીમો રહ્યો હતો. રાહુલની રમત અપેક્ષા મુજબ રહી નથી. આ મેચમાં, બેટ્સમેનો ટૂંકી બાઉન્ડ્રી લાઈનનો ફાયદો ઉઠાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને સાંજે બીજી ઈનિંગમાં બેટિંગ સરળ બની શકે છે.












Click it and Unblock the Notifications
