For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરિવાર નથી ઈચ્છતો કે ધોની ટીમ માટે રમે, જાણો તેમનું શુ કહેવું છે

વર્લ્ડકપ સેમિ-ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર પછી, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પર સવાલો ઉઠી ગયા છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડકપ સેમિ-ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમની હાર પછી, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પર સવાલો ઉઠી ગયા છે. તેમની ધીમી રમત પર પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે અને અટકળો થઈ રહી છે કે તેઓ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ધોની, જેમણે ટેસ્ટ ક્રિકેટનો ગુડબાય કર્યું છે, હવે ઝડપી ઇનિંગ રમવા માટે અસમર્થ છે. આવી સ્થિતિમાં વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી 20 વર્લ્ડ કપમાં પણ યોજાય તેમાં ધોનીનું રમવું લગભગ મુશ્કેલ છે. ધોનીએ નિવૃત્ત થવું જોઈએ કે નહીં તે વિશે સોશિયલ મીડિયામાં મોટી ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન, ધોનીના પરિવારના સભ્યોએ કહ્યું કે ધોનીએ નિવૃત્તિ લેવી જોઈએ કે નહીં.

mahendra singh dhoni

ધોનીના બાળપણના કોચ, કેશવ બેનરજીએ મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે પરિવાર ઇચ્છે છે કે ધોની નિવૃત્તિ લે. રાંચીના કેશવ રવિવારના રોજ તેમના ઘરે ગયા, જ્યાં તેમણે તેના માતાપિતા સાથે આ અંગે વિગતવાર વાત કરી. કેશવે કહ્યું હતું કે ધોનીના માતાપિતાએ તેમને કહ્યું હતું કે સમગ્ર મીડિયા કહે છે કે ધોનીએ સંન્યાસ લઇ લેવો જોઈએ અને અમે પણ એવું અનુભવ કરી રહ્યા છે કે મીડિયા સાચું છે.

આ પણ વાંચો: જે નિયમોથી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ જીત્યું તેના પર રોહિત શર્માએ સવાલ ઉઠાવ્યા

કેશવે ધોનીના માતા-પિતાને એક વર્ષ અને ધીરજ રાખવા માટે કહ્યું છે. તેમને કહ્યું કે મેં તેમને કહ્યું હતું કે ધોનીએ 2020 ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ સુધી રમવાનું છે, પરંતુ માહીના માતાપિતાએ મારી આ વાત સાથે મતભેદ વ્યક્ત કર્યો હતો. વર્લ્ડકપના સેમિ-ફાઇનલમાં ધોનીએ ન્યૂઝિલેન્ડ સામે 50 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી, પરંતુ તે ભારત જીતી શક્યા નહીં. ત્યારપછી ધોનીની આલોચના કરવાનું શરૂ કર્યું કે તે હવે મેચ ફિનીશર નથી. તેમને નિવૃત્ત થવું જોઈએ. એવી શક્યતા છે કે 19મી જુલાઈએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન મુખ્ય સિલેક્ટર આવનારા સમયમાં ધોનીની જરૂરિયાત ટીમમાં છે કે નહીં તે નક્કી કરશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ ફાઈનલમાં જ થઈ મોટી ભૂલ, બેસ્ટ અંપાયરે જણાવ્યું ક્યાં થઈ ચૂક

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Dhoni Coach Keshav Banerjee says ms dhoni parents wants him to retire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X