કર્ણાટકમાં Dream 11ની કામગીરી બંધ, કંપનીના સંસ્થાપકો સામે નોંધાઈ FIR
ડ્રીમ 11 IPLની સ્પોન્સર બ્રાંડ છે પરંતુ હવે આ એપને કર્ણાટકમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.
બેંગલુરુઃ હિંદુસ્તાનમાં IPL લોકપ્રિય થયા બાદથી ફેન્ટસી ક્રિકેટ પ્લેટફૉર્મ્સનુ જાણે કે પૂર આવી ગયુ છે. દેશમાં આની શરૂઆત ડ્રીમ 11થી થઈ હતી. ડ્રીમ 11 દેશની સૌથી લોકપ્રિય ફેન્ટસી સ્પોર્ટસ એપ છે જે આ વર્ષે IPLની સ્પોન્સર બ્રાંડ પણ છે પરંતુ હવે આ એપને કર્ણાટકમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં, કર્ણાટકમાં ડ્રીમ 11ને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. જો કે કંપનીએ ખુદ રાજ્યમાં પોતાની કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે કારણકે કંપનીના ફાઉન્ડર હર્ષ જૈન અને ભાવિત શેઠ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

FIR બાદ કંપનીએ કામગીરી કરી બંધ
આ FIR બાદ રવિવારે કંપની તરફથી જાહેર કરાયેલ એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યુ કે કર્ણાટકમાં હવે આની કામગીરી બંધ કરવામાં આવી છે કારણકે કંપની પર ફેન્ટસી ગેમિંગ પ્લેટફૉર્મ લાગુ કરવાના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યુ કે કર્ણાટકમાં અમારા યુઝર્સે એપના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી છે ત્યારબાદ અમે આ એપને કર્ણાટકમાં ઉપયોગ કરવા પર હાલમાં બેન લગાવી દીધો છે.
કર્ણાટકમાં બિનજામીનપાત્ર ગુનો છે ઑનલાઈન ફેન્ટસી ગેમિંગ એપ
તમને જણાવી દઈએ કે કર્ણાટક પોલિસ ડ્રીમ 11ના ફાઉન્ડર્સને સમન મોકલવાની તૈયારી કરી રહી છે. આ કંપનીનુ સંચાલન ટાઈગર ગ્લોબલ કંપની કરે છે. ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે કર્ણાટક પોલિસે ગેમિંગ લૉમાં અમુક ફેરફાર કર્યા હતા ત્યારબાદ રાજ્યમાં ઑનલાઈન ગેમિંગ પર રોક લગાવી દેવામાં આવી હતી. રાજ્યની અંદર હવે ઓનલાઈન ગેમિંગ એપને બિનજામીનપાત્ર ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે આ રમત સટ્ટાબાજીને પ્રોત્સાહન આપે છે.
ડ્રીમ 11 ઉપરાંત MPL, પેટીએમ ફર્સ્ટ ગેમ, ગેમ્સ 24x7ને પણ કર્ણાટકમાં બંધ કરી દેવામાં આવી છે. આ પગલુ એવા સમયમાં લેવામાં આવ્યુ છે જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) ચાલી રહી છે અને ટી20 ક્રિકેટ વિશ્વકપ આ મહિનાના અંતમાં શરૂ થવાનો છે. આ રમતગમત આયોજન ગેમિંગ પ્લેટફૉર્મ માટે જોડાણ વધારવા અને પ્રતિસ્પર્ધી ક્ષેત્રમાં નવા ઉપયોગકર્તાઓ મેળવવા માટે મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
