For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ કપ 2019: ઈંગ્લેન્ડ પહેલી વાર બન્યુ ચેમ્પિયન, કોને મળ્યો કયો એવોર્ડ

ક્રિકેટની દુનિયાનો નવો વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ રૂપે મળી ગયો છે. ઈંગ્લેન્ડે 14 જુલાઈના રોજ લૉર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

|
Google Oneindia Gujarati News

ક્રિકેટની દુનિયાનો નવો વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ રૂપે મળી ગયો છે. ઈંગ્લેન્ડે 14 જુલાઈના રોજ લૉર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ન્યૂઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ મુકાબલા પહેલા સુધી ઈંગ્લેન્ડને ફેવરેટ ગણવામાં આવી રહ્યુ હતુ પરંતુ ન્યૂઝીલેન્ડે પોતાના સંઘર્ષથી આ ફાઈનલ મુકાબલાને ક્રિકેટના ઈતિહાસની સૌથી મહાન મેચોમાં ગણાવી દીધુ છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 50 ઓવરોમાં 241 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ પણ 50 ઓવરમાં 241 રન બનાવીને આઉટ થયુ ગયુ.

આ પણ વાંચોઃ ટેક્નિકલ ખામીને કારણે રોકવામાં આવ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગઆ પણ વાંચોઃ ટેક્નિકલ ખામીને કારણે રોકવામાં આવ્યું ચંદ્રયાન-2નું લૉન્ચિંગ

ક્રિકેટ આવ્યુ પોતાના ઘરે

ક્રિકેટ આવ્યુ પોતાના ઘરે

ત્યારબાદ આ મુકાબલો ટાઈ થઈને ના માત્ર સુપર ઓવરના રોમાંચ સુધી ગયો પરંતુ બાદમાં સુપર ઓવર પણ ટાઈ થઈ ગઈ. ત્યારબાદ આ મેચના પરિણામ ટીમો દ્વારા તેમના દાવમાં લગાવવામાં આવેલી બાઉન્ડ્રીના આધારે સમાપ્ત થયો. ઈંગ્લેન્ડે જ્યાં 24 બાઉન્ડ્રી લગાવી હતી ત્યાં ન્યૂઝીલેન્ડે માત્ર 16 ડ બાઉન્ડ્રી લગાવી હતી અને 8 બાઉન્ડ્રીના અંતરથી તે વિશ્વકપ હારી ગયુ. આ સાથે ક્રિકેટના જન્મદાતા દેશ પાસે પહેલી વાર વિશ્વકપ પહોંચી ગયો છે.

23 વર્ષ બાદ મળ્યો નવો ચેમ્પિયન

23 વર્ષ બાદ મળ્યો નવો ચેમ્પિયન

આ 1996 બાદ પહેલી વાર છે જ્યારે ક્રિકેટને નવો વિશ્વ વિજેતા મળ્યો છે. 1996માં શ્રીલંકાની ટીમે પણ પહેલી વાર વિશ્વ કપ જીત્યો હતો. ઈંગ્લેન્ડની જીતના હીરો સ્ટાર ઑલ રાઉન્ડર બેન સ્ટોક્સ રહ્યા જેમણે અણનમ 84 રન બનાવ્યા અને સુપર ઓવરમાં પણ પોતાની મહત્વની ભૂમિકા નિભાવી. ઈંગ્લેન્ડની જીતમાં જોસ બટલરે પણ મહત્વની ભૂમિકા નિભાવી. તેમણે 60 બોલમાં 59 રન બનાવીને ગેમ ઈંગ્લેન્ડ તરફ વાળી દીધી. બટલરે પણ સુપર ઓવરમાં સરસ બેટિંગ કરી હતી અને છેલ્લા બોલમાં ચોગ્ગો લગાવ્યો હતો.

આના નામે થયા એવોર્ડ

આના નામે થયા એવોર્ડ

આ મહામુકાબલા બાદ 98 બોલમાં 84 રન અણનમ બનાવનાર સ્ટોક્સને મેન ઑફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનને પ્લેયર ઑફધ ટુર્નામેન્ટ બનાવવામાં આવ્યા છે. તે આ વિશ્વકપની 9 દાવમાં 578 રન બનાવી ચૂક્યા છે અને આ દરમિયાન તેમની સરેરાશ પણ 82.57 રહી છે. વિલિયમસન હવે વિશ્વકપના આખા ઈતિહાસમાં એવા કેપ્ટન બની ચૂક્યા છે જેમણે એક વિશ્વકપ સંસ્કરણમાં સૌથી વધુ રન બનાવ્યા છે. વિલિયમસને આ પ્રસંગે તૂટ્યા દિલે કહ્યુ કે આ સ્ટેજ પર આવીને આ પરિણામને પચાવવુ બહુ મુશ્કેલ છે. અમુક એવા મોક હતો જે કોઈ પણ તરફ જઈ શકતા હતા. અંતમાં તેમણે ઈંગ્લેન્ડને જીત માટે અભિનંદન પાઠવ્યા.

મીલનો પત્થર સાબિત થયા સ્ટોક્સ માટે વિશ્વકપ

મીલનો પત્થર સાબિત થયા સ્ટોક્સ માટે વિશ્વકપ

સ્ટોક્સે આ દરમિયાન માન્યુ કે તેમની પાસે પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે શબ્દ નથી. તેમણે કહ્યુ કે જે રીતે આકરી મહેનત છેલ્લા ચાર મહિનામાં કરવામાં આવી છે અને આટલી સારી રમત રમવામાં આવી તે અવિશ્વસનીય વાત છે. બધાને સપોર્ટ માટે આભાર. તમને જણાવી દઈએ કે સ્ટોક્સે વિશ્વકપ 2019ના 10 દાવમાં 465 રન બનાવ્યા અને તેમની સરેરાશ 66.43 રહી જ્યારે સ્ટ્રાઈક રેટ 115.36 રહ્યો. આ દરમિયાન તેમણે પાંચ અર્ધશતક પણ લગાવ્યા જે આ વિશ્વકપમાં કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન દ્વારા લગાવાયેલા સર્વાધિક અર્ધશતક છે. એટલુ જ નહિ તેમણે 7 વિકેટ પણ લીધી. સ્ટોક્સના કેરિયર માટે આ વિશ્વકપ મીલનો પત્થર સાબિત થયો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
england is the new world champion in cricket here is hte list of cwc19 awards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X