બાંગ્લાદેશ ટેસ્ટ: પહેલા દિવસે ભારતની એક પણ વિકેટ નહીં
ફતુલ્લાહ, 10 જૂન: બાંગ્લાદેશની વિરુદ્ધ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે જબરદસ્ત મજબૂત શરૂઆત કરી છે. દિવસની રમત પૂરી થવા સુધી ભારતે 56 ઓવરમાં કોઇ વિકેટ વગર 239 રન બનાવી લીધા. ત્યાં જ વરસાદના પગલે થોડી વાર માટે મેચમાં અડચણના પગલે 34 ઓવરની જ મેચ રમવામાં આવી.
ભારત માટે ઓપનિંગ કરવા માટે ઉતરેલા શિખર ધવન અને મુરલી વિજય પોતાની વિકેટ ટકાવી રાખવામાં સફળ રહ્યા. એક તરફ જ્યાં ધવન ઝડપથી રમતા માત્ર 101 બોલમાં જ સદી ફટકારી દીધી.

બીજી તરફ બાંગ્લાદેશના બોલર ભારતીય ઓપનરની સામે બિલકૂલ ફીકા પડ્યા અને પોતાની અસર છોડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા. મોહમ્મદ શાહિદે 12 ઓવરમાં 52 રન આપ્યા. જયારે શુવગ્તા હોમે 13 ઓવરોમાં 47 રન આપ્યા.












Click it and Unblock the Notifications
