For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણે ધોનીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટી20 સિરીઝમાં જગ્યા ન મળી

આ કારણે ધોનીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની ટી20 સિરીઝમાં જગ્યા ન મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે પોતાના સંન્યાસની ઘોષણા નથી કરી પરંતુ તેઓ હાલ ક્રિકેટ પણ નથી રમી રહ્યા. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જતા પહેલા જ ોપાતનું નામ પરત લેનાર ધોનીએ થોડો સમય ભારતીય સેના સાથે વિતાવવાનો ફેસલો કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને વેસ્ટઈન્ડી બાદ આગામી ઘરેલૂ સત્રની શરૂઆત કરવાની છે જે સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાનાર 3 ટી20 મેચની સિરીઝ સાથે શરૂ થવા જઈ રહી છે. પહેલી ટી20 15 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને ધોનીને આ સિરીઝથી બહાર રાખવામાં આવ્યા છે. આની સાથે જ હવે ધોનીના ભવિષ્યને લઈ ગંભીર અનુમાન લગાવવાં શરૂ થઈ ગયાં છે.

આ માટે ધોનીને જગ્યા ન મળી

આ માટે ધોનીને જગ્યા ન મળી

આ દરમિયાન ભારતીય ટીમના સિલેક્ટર એમએસકે પ્રસાદે આ વાતનો ખુલાસો કર્યો છે કે ધોનીને ટી20 સિરીઝ માટે ટીમમાં જગ્યા કેમ આપવામાં ન આવી. પ્રસાદે સ્પષ્ટ કર્યું કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની જેમ આ સિરીઝ માટે પણ ખુદની અનુપલબ્ધ કરાવી લીધો હતો. પ્રસાદે ઈન્ડિયા ટૂડે સાથે વાત કરતા કહ્યું કે- હાં, ધોની પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. જણાવી દઈએ કે ધોનીએ ક્રિકેટથી બે મહિનાની રજા લીધી છે. હાલ ધોની અમેરિકામાં છે. અગાઉ તેમણે સેના સાથે 15 દિવસ વિતાવ્યા હતા અને કાશ્મીરમાં તેઓ તહેનાત હતા.

ધોની ક્યારે વાપસી કરશે?

ધોની ક્યારે વાપસી કરશે?

ધોનીની ઉપલબ્ધતાને પગલે તેમની ટીમ ઈન્ડિયામાં જગ્યાને લઈ સ્થિતિ વધુ જટિલ થઈ ગઈ છે. રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે ભારતીય સિલેક્ટર્સ આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપ માટે ટીમ તૈયાર કરી રહ્યા છે અને તેઓ આગળ વધવાનું પૂરું મૂડ બનાવી ચૂક્યા છે. જે અંતર્ગત રિષભ પંતને વદુમાં વધુ મોકા પ્રદાન કરવામાં આવશે. ધોની ટેસ્ટ ક્રિકેટથી પહેલા જ સંન્યાસ લઈ ચૂક્યા છે. એવામાં માત્ર વનડે ક્રિકેટ જ ધોની માટે ઉપયુક્ત ફોર્મેટ જણાઈ રહ્યું છે પરંતુ આગામી બે વર્લ્ડ કપ ટી20ના છે અને વનડેમાં પણ એવા ખેલાડીઓને મોકો આપવાની ઉમ્મીદ છે જેઓ ટી20 ક્રિકેટમાં પણ ફિટ થઈ શકે છે.

આ છે સિલેક્ટર્સનો રોડમેપ

આ છે સિલેક્ટર્સનો રોડમેપ

આ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈ સાથે વાતચીત કરતા જણાવ્યું કે સિલેક્શન કમિટી આ મામલામાં બિલકુલ સ્પષ્ટ છે. તેઓ ધોનીને તેમના સંન્યાસને લઈ એકેય સવાલ નહિ પૂછે કેમ કે આ તેમનો અધિકાર ક્ષેત્ર નથી. પરંતુ તેમને વર્લ્ડ કપ 2020 માટે રોડમેપ તૈયાર કરવાનો પૂરો અધિકાર છે. અધિકારીએ આગળ જણાવ્યું કે આગામી વર્ષે રમાનાર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતે માત્ર 22 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે અને સિલેક્ટર્સ આ વિશે બિલકુલ સ્પષ્ટ છે કે આ આગળ વધવાનો સમય છે. આ દરમિયાન સિલેક્ટર્સની યોજના વિશે પ્રકાશ પાડતાં અધિકારીએ જણાવ્યું કે ટી20માં હવે ત્રણ વિકેટકીપર્સનો પૂલ તૈયાર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં પંતનું નામ સૌથી ઉપર આવે છે અને તે બાદ ભારતીય એ ટીમના વિકેટકીપર ઈશાન કિશન ઉપરાંત સંજૂ સૈસમનને પણ તૈયાર કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યુંગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
following this reason dhoni did not get place in t20 series against south africa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X