For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ડેરડેવિલ્સ માટે મફતમાં રમશે ગૌતમ ગંભીર, જાણો કારણ

દિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે કેપ્ટન તરીકે રમી રહેલા ગૌતમ ગંભીર બુધવારે દિલ્હી ટીમના કેપ્ટન પદથી હટી ચુક્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દિલ્હી ડેરડેવિલ્સ ટીમ માટે કેપ્ટન તરીકે રમી રહેલા ગૌતમ ગંભીર બુધવારે દિલ્હી ટીમના કેપ્ટન પદથી હટી ચુક્યા છે. ત્યારપછી શ્રેયસ ઐયરને દિલ્હી ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. હવે ગૌતમ ગંભીર ઘ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓ આગળની બધી જ મેચો મફતમાં રમશે.

gautam gambhir

આપને જણાવી દઈએ કે દિલ્હીએ ગૌતમ ગંભીરને 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કદાચ પહેલીવાર આવું બની રહ્યું છે કે કોઈ ટીમના કેપ્ટન ઘ્વારા પોતાના ખરાબ પ્રદર્શનને કારણે વેતન નથી લેવાનો નિર્ણય કર્યો હોય. કોલકાતા નાઈટ રાઇડર્સમાં સાત વર્ષ રમી ચૂકેલા ગૌતમ ગંભીરને દિલ્હી ટીમ કેપ્ટન તરીકે 5 મેચોમાં 17 એવરેજ થી ફક્ત 85 રન બનાવ્યા છે.

પોઇન્ટ ટેબલમાં દિલ્હી સૌથી નીચે

આપણે જણાવી દઈએ કે દિલ્હી ડેરડેવિલ્સ આ સીઝનમાં કુલ 6 મેચ રમ્યા છે, જેમાંથી તેઓ ફક્ત 1 મેચ જીતી શક્યા છે. જેના કારણે દિલ્હી ટીમ પોઇન્ટ ટેબલમાં નીચે ચાલી ગયી છે. દિલ્હીની ટીમને ગેમમાં પાછા આવવા માટે ખુબ જ મહેનત કરવી પડશે. ગંભીરે પ્રેસ મિટિંગમાં જણાવ્યું કે તેઓ ટીમમાં પોતાનું યોગદાન આપી શકતા ના હતા. 36 વર્ષના ગંભીર જણાવ્યું કે તેમને પોતાની પત્ની સાથે પણ વાતચીત કરી અને કહ્યું કે આ મારો પોતાની નિર્ણય છે. મારી ઉપર કાપ્તાની છોડવા માટે કોઈ જ દબાવ નથી.

કેપ્ટન તરીકે બે વખત કોલકાતા ને ચેમ્પિયન બનાવ્યું

ગૌતમ ગંભીરે આ વર્ષે દિલ્હીનું કેપ્ટન પદ સંભાળ્યું છે. આપણે જણાવી દઈએ કે કોલકાતાના કેપ્ટન તરીકે તેમને વર્ષ 2012 અને 2014 દરમિયાન કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ કોલકાતા તરફથી બેટિંગ કરતા તેમને શાનદાર ઇંનિંગ પણ રહી હતી. કોલકાતા તરફથી રમેલી 122 મેચોમાં ગંભીરે 3345 રન બનાવ્યા છે. જયારે તેમને દિલ્હીનું કેપ્ટન પદ સંભાળ્યું ત્યારે તેમને ભરોષો અપાવ્યો હતો કે કોલકાતાની જેમ તેઓ દિલ્હીને પણ ચેમ્પિયન બનાવશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Gautam gambhir will play free of cost for delhi. Here is the reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X