For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેક્સવેલની ધમાકેદાર બેટિંગ અને ચહલની ધાકડ બોલિંગથી RCBને મળી પ્લેઑફની ટિકિટ

મેક્સવેલની ધમાકેદાર બેટિંગ અને ચહલની ધાકડ બોલિંગથી RCBને મળી પ્લેઑફની ટિકિટ

|
Google Oneindia Gujarati News

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સને 6 રને હરાવી પ્લેઑફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેઓ સતત બીજી વખત પ્લેઑફમાં પહોંચ્યા છે. ગ્લેન મેક્સવેલ અને યુઝવેન્દ્ર ચહલ આ જીતના હીરો રહ્યા છે. આરસીબીએ પહેલાં બેટિંગ કરતાં 164 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 158 રન જ બનાવી શકી.

RCB

આ કાંટાનો મુકાબલો સાબિત થયો જેમાં ક્યારેક પંજાબ કિંગ્સની ટીમ હાવી થતી જોવા મળતી હતી તો ક્યારેક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આસાનીથી મેચ છોડવાનો ઈનકાર કરી દીધો. એક પડકારપૂર્ણ લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરૂઆત કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે બહુ સારી રીતે આપી જ્યારે તેમણે પહેલી વિકેટ માટે 10.5 ઓવરમાં 91 રન જોડી દીધા.

અહીંથી પંજાબ કિંગ્સની જીત લગભગ નક્કી જ લાગી રહી હતી પરંતુ એક બાદ એક એવા ઝાટકા લાગ્યા કે મેચ આરસીબીના ખોરામાં જઈ પડી. પહેલી વિકેટ કેએલ રાહુલની ખડી, જેઓ પોતાની ઈનિંગ સંભાળવાનું કામ કરી જ રહ્યા હતા પરંતુ શાહબાજ અહમદના બોલ પર હર્ષલ પટેલે તેમને 39 રને લપકી લીધા.

રાહુલે આઉટ થતા પહેલાં 35 બોલ રમ્યો હતો અને કેપ્ટનના ગયા બાદ નિકોલસ પૂરન પણ 3 રન બનાવી ચાલતો થયો. આ કેરેબિયાઈ બેટ્સમેન પોતાની બિન નિરંતરતા ટીમ માટે પીડાદાયક સાબિત થઈ શકે છે. તેમના આઉટ થયા બાદ મયંક અગ્રવાલે ઈનિંગ આગળ વધારવી શરૂ કરી. તેમણે શાનદાર ફીફ્ટી ફટકારી પરંતુ જલદી જ તેમની વિકેટ પણ ખરી ગઈ.

મયંક અગ્રવાલને અનુભવી ચહલે સિરાજના હાથે લપકાવ્યો અને 57ના અંગત સ્કોર પર કેએલ રાહુલના દોસ્ત મયંક અગ્રવાલ પેવેલિયન ભેગો થયો. ક્રીજ છોડતા પહેલાં મયંક અગ્રવાલ જબરદસ્ત લયમાં હતો અને તેમણે 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી માત્ર 42 બોલનો સામનો કરતાં પોતાની ઈનિંગ રમી.

જે બાદ પંજાબ કિંગ્સની બેટિંગ રિક્વાયર રન રેટના દબાવમાં ચાલી ગઈ અને સરફરાજ ખાનને ચહલે ગોલ્ડન ડક પર આઉટ કર્યો. જે બાદ ફોર્મમાં ચાલી રહેલ એડમ માર્કરમથી ઉમ્મીદો હતી પરંતુ તેમણે 14 બોલમાં 20 રનની ઈનિંગ રમી અને તેઓ જ્યોર્જ ગાર્ટોનના બોલ પર ક્રિશ્ચિયનના હાથે લપકાય ગયો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Glenn Maxwell and Yuzvendra Chahal are heroes of RCB's victory against PBKS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X