Happy Birthday MS Dhoni : જાણો ધોની વિકેટ પાછળ બોલેલી ફની કમેન્ટ
Happy Birthday MS Dhoni : એમએસ ધોની આજે 42 વર્ષના થયા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને આ પ્રસંગે દેશને ઘણુ ગૌરવ અપાવ્યું છે. પોતાની સુકાની દરમિયાન દેશને ત્રણ આઇસીસી ટ્રોફી જીતનારો એકમાત્ર કેપ્ટન છે.
જો તમે પણ ધોની ફેન છો, તો તેમના વિશે દરેક વાત જાણવા આતુર હશો. આ આહેવાલમાં એવી પાંચ ફની મોમેન્ટ સ્ટમ્પમાં રેકોર્ડ થઇ છે, તેના વિશે જાણીશું.

એમએસ ધોની વિકેટ પાછળ તેની ત્વરિતતા માટે જાણીતો છે. તે પોતાની ફની કમેન્ટ માટે પણ ફેમસ છે. વિરોધી ટીમના બેટ્સમેનોની હિલચાલ જોઈને પોતાના બોલરોને નિયમિત સલાહ આપવા ઉપરાંત, ધોનીએ ઘણી વખત રમુજી વાતો પણ કરે છે, જે સ્ટમ્પ માઈક પર રેકોર્ડ કરવામાં આવી હતી.
ધોની અને યુઝવેન્દ્ર ચહલ - આ ઘટના સપ્ટેમ્બર 2017માં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે 1લી ODI દરમિયાન બની હતી. સ્ટમ્પ માઈકમાં ધોની દ્વારા બોલર કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને આપેલી સલાહને રેકોર્ડ કરી લીધી, જેનાથી ચહલે ડેવિડ વોર્નરને પેવેલિયન મોકલ્યો હતો. ધોનીએ ચહલને કહ્યું કે, થોડો પાછળ જતો રહે.
ધોની અને રવિન્દ્ર જાડેજા - રવીન્દ્ર જાડેજા 2014 માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બ્રેન્ડન મેક્કુલમ અને બીજે વોટલિંગ સામે સામનો કરી રહ્યા છે. જાડેજા સતત રન આપી રહ્યો હતો. ધોની ઓફ સ્ટમ્પ પર બોલિંગ ન કરવાને કારણે તેનાથી થોડો નારાજ થયો હતો. ત્યારે ધોનીએ જાડેજાને કહ્યું, પુજારાને તેના માટે રાખવામાં આવ્યો છે, તેને ત્યાં તાળીઓ પાડવા માટે નથી રાખ્યો.
ધોની અને વિરાટ કોહલી - વિરાટ કોહલીએ વધારે બોલિંગ નથી કરી, પરંતુ જ્યારે જરૂર પડી ત્યારે તેણે બોલિંગ કરી છે. આવી જ રીતે, ઇંગ્લેન્ડ સામે 2016 T20 વર્લ્ડ કપ મેચમાં, કોહલીએ કેવિન પીટરસનને વાઈડ યોર્કર વડે આઉટ કરવામાં સફળ રહ્યો હતો. ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે, કોહલી થોડો ઓવર કોન્ફિડન્ટ થઈ ગયો હતો અને રન બરબાદ કરી રહ્યો હતો. જે બાદ ધોનીએ તેને કહ્યું કે, જેટલું કહેવામાં આવે એટલું જ કરો, બોલર ન બનો.
ધોની અને શ્રીસંત - ધોનીની એક ફની કોમેન્ટ વાયરલ થઈ હતી, જ્યારે ધોનીએ શ્રીસંતને વિકેટ પાછળથી ફિલ્ડ સેટ કરતી વખતે સમજાવ્યું. એમએસ ધોનીએ કહ્યું હતું કે, ઓયે મિસ્ટર ગર્લફ્રેન્ડ નહીં હૈ ઉધર, ઇધર આજા થોડા. (ત્યાં તારી પ્રેમિકા નથી, થોડો આ બાજુ આવી જા)
ધોની અને ઈશાંત શર્મા - 2012માં ભારત vs ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ઈશાંત શર્મા પોતાના બોલ સાથે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો હતો. ધોનીએ આ વાત સમજીને શર્માને કહ્યું, અગર ચૌકા ગયા, તો મેરા જોખમ હૈ, તુ બિન્દાસ ડાલ. તુઝે અગર અગર એક ફિલ્ડર ચાહિયે તો મેં બુલાંગા. મુઝે કોઈ દિક્કત નથી.












Click it and Unblock the Notifications
