હાર્દિક પંડ્યાએ તેની લવ લાઈફને લઈને ખુલાસા કર્યા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ પોતાની ક્રિકેટ સફર અને અંગત જીવનના સંઘર્ષ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
પંડ્યાએ વર્ષ 2016ના T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક મેચને યાદ કરતા જણાવ્યું કે, તે મેચ તેમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.

છેલ્લી ઓવરમાં 11 રન બચાવવાના એ પડકારને યાદ કરતા હાર્દિકે કહ્યું કે, ક્રિકેટમાં જ્યાં સુધી છેલ્લો બોલ ન ફેંકાય ત્યાં સુધી હાર ક્યારેય માનવી જોઈએ નહીં.
તેમણે ઉમેર્યું કે મેચ દરમિયાન જ્યારે બેટ્સમેન જીતની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જ મે રમત પલટી નાખી હતી અને એ યાદોએ મને આજે મજબૂત બનાવ્યો છે.
પોતાની બેટિંગ પ્રતિભા વિશે વાત કરતા હાર્દિકે સ્વીકાર્યું કે, તેઓ પોતાની અસલી ક્ષમતાનું અત્યાર સુધી મેદાન પર માત્ર 40 ટકા જ પ્રદર્શન કરી શક્યા છે.
હાર્દિકે જણાવ્યું કે તેઓ હંમેશા પોતાને 'બોલિંગ ગીક' માનતા હતા, પરંતુ છેલ્લી IPL બાદ તેમને સમજાયું કે બેટિંગમાં પણ તેમણે ઘણું સુધારવાનું બાકી છે.
પોતાની ફોર્મમાં વાપસી માટે હાર્દિકે મંગેતર માહીકા શર્માનો આભાર માન્યો અને કહ્યું કે, માહીકાએ તેમનામાં ક્રિકેટ પ્રત્યેનો બાળપણનો ઉત્સાહ ફરીથી જગાડવામાં મદદ કરી છે.
ફરીથી લય મેળવવા માટે હાર્દિકે NCAમાં સખત મહેનત કરી હતી, જ્યાં તેઓ બપોરના 3:30 થી રાતના 12:30 વાગ્યા સુધી સતત પ્રેક્ટિસ કરતા હતા.
દરરોજ 6 થી 7 કલાક નેટમાં પસાર કરનાર હાર્દિક ઘણીવાર મેદાનની લાઈટો બંધ કરનાર છેલ્લા ખેલાડી રહેતા હતા, જે તેમની રમત પ્રત્યેની અતૂટ નિષ્ઠા દર્શાવે છે.












Click it and Unblock the Notifications
