હાર્દિક પંડ્યાને નતાશા પહેલા આ 3 મહિલાઓ સાથે હતુ અફેર, કોણ છે ત્રણે Ex- ગર્લફ્રેન્ડ અને અત્યારે શું કરે છે?
Hardik Pandya Divorce Rumors: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિકના અલગ થવાના સમાચાર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી ક્રિકેટ ચાહકો હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર વિશે જ વાત કરી રહ્યા છે.
આ દરમિયાન નતાશા સ્ટેનકોવિક પણ ટ્રોલિંગનો સામનો કરી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અલી ગોની સાથે નતાશાના અફેરની વાત કરી રહ્યા છે. અલી ગોની અને નતાશાના કેટલાક જૂના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.

આ બધાની વચ્ચે ઘણા લોકોએ હાર્દિક પંડ્યાના ભૂતકાળના સંબંધો વિશે પણ વાત કરી છે. અહીં અમે તમને હાર્દિકની એક્સ ગર્લફ્રેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નતાશા પહેલા હાર્દિક પંડ્યાનું નામ ત્રણ મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જોકે હાર્દિકના અન્ય લોકપ્રિય અભિનેત્રી સાથે લિંકઅપની અફવાઓ હતી, ચાલો જાણીએ કોણ છે આ મહિલાઓ?

લીશા શર્મા
હાર્દિક પંડ્યા અને કોલકાતાની મોડલ લીશા શર્માનું અફેર હતું. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. રિપોર્ટ અનુસાર, તેમના સંબંધો એટલા માટે તૂટી ગયા કારણ કે બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માંગતા હતા.
હાર્દિકે સાર્વજનિક રીતે કોલકાતાની મોડલ લીશા શર્માને ડેટ કરી હતી, તેના ઘણા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

એલી અવરામ
હાર્દિક પંડ્યાએ બિગ બોસ સ્ટાર એલી અવરામને પણ ડેટ કરી હતી. હાર્દિક પંડ્યા અને એલી અવરામ પણ સાથે લગ્નના ફંક્શનમાં ગયા હતા. જ્યાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ પહોંચી ગયો હતો. ત્યારે હાર્દિકની એલી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેણે એલી અવરામને તેના ભાઈ કૃણાલ પંડ્યાના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ તે પછી પણ તેમના સંબંધો તૂટી ગયા.

ઈશા ગુપ્તા
એક્ટ્રેસ ઈશા ગુપ્તા અને હાર્દિક પંડ્યા એક પાર્ટીમાં મળ્યા હતા. ત્યારથી એવા સમાચાર આવ્યા હતા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાર્દિક અને ઈશા વચ્ચેના રોમાન્સ અંગે પણ અટકળો ચાલી રહી હતી. જો કે આ મામલે તેમણે મૌન જાળવી રાખ્યું હતું.
ઉર્વશી રૌતેલા
હાર્દિક પંડ્યાનું નામ બૉલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું હતું. એવી અફવાઓ હતી કે તેમના સંબંધો ખૂબ જ ગાઢ છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું લખવામાં આવ્યું હતું કે બંને વચ્ચે મિત્રતા કરતાં પણ વધારે હતી. ઉર્વશી રૌતેલા, ઈશા ગુપ્તા અને એલી અવરામ હાલમાં બૉલિવુડમાં સક્રિય છે. લીશા શર્મા પણ મોડલિંગ કરી રહી છે.












Click it and Unblock the Notifications
