ટી20 વિશ્વ કપની ટીમમાં હાર્દિક પંડ્યાને નહીં મળે સ્થાન? જાણો ક્યા ખેલાડીએ કાપ્યું પત્તું?
Hardik Pandya: IPL 2024 બાદ યોજાનારા ટી20 વિશ્વ કપની તૈયારી શરૂ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયામાં કોને સ્થાન આપવામાં આવે તે અંગે મંથન ચાલી રહ્યું છે. આઇપીએલમાં આ સમયે અમુક ખેલાડી સારા ફોર્મમાં છે, તો ઘણા ખેલાડી ફોર્મમાં આવવા મથી રહ્યા છે.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે. આઈપીએલ અડધી પૂરી થયા બાદ જ ટીમ ઈન્ડિયાની પસંદગી થવાની છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની પસંદગી પર તલવાર લટકી રહી છે, સિલેક્ટર્સ હાર્દિક પંડ્યા પ્રભાવિત થયા નથી.
6 મેચ રમ્યા બાદ હાર્દિક પંડ્યાના બેટમાંથી માત્ર 131 રન જ આવ્યા છે. જ્યારે ટીમ પ્રેશરમાં છે, ત્યારે તે ફિનિશ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
ગુજરાત માટે IPL રમતી વખતે હાર્દિક પંડ્યા ફિનિશર તરીકે રમતો હતો, પરંતુ આ વખતે તે લયમાં જોવા મળી રહ્યો નથી.
જો આગામી કેટલીક મેચોમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ચાલુ રહેશે, તો તે T20 વર્લ્ડ કપમાં રમવા માટે લાયક જણાતો નથી. હાર્દિક પંડ્યાની બોલિંગ પણ પ્રભાવશાળી રહી નથી.
હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સામેની મેચની છેલ્લી ઓવરમાં 26 રન આપ્યા હતા, જે પણ હારનું કારણ બન્યું હતું. એકંદરે હાર્દિક પંડ્યા લયમાં નથી અને તેના પર મુંબઈની કેપ્ટનશિપનું દબાણ પણ છે.
હાર્દિક પંડ્યા ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. IPLમાં પણ ખરાબ પ્રદર્શનને કારણે તેને કદાચ જ T20 ટીમમાં જગ્યા મળી શકે. બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સનો એક ખેલાડી હાર્દિક પંડ્યાની જગ્યા લેવા માટે તૈયાર જણાય છે.

શિવમ દુબે આ IPLમાં દરેક પાસામાં હાર્દિક પંડ્યા કરતા આગળ છે. દુબેએ 6 મેચમાં 242 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 164ની આસપાસ રહ્યો છે. તેણે ચેન્નાઈ માટે શાનદાર બેટિંગ કરી છે. તે T20 વર્લ્ડ કપનો પ્રબળ દાવેદાર બની રહ્યો છે.












Click it and Unblock the Notifications
