ઘાયલ મોહમ્મદ શમીને મળવા માંગે છે પત્ની હસીન જહાં

Posted By:
Subscribe to Oneindia News

મોહમ્મદ શમી હાલમાં એક કાર એક્સીડંટમાં ઘાયલ થઇ ગયા હતા. મોહમ્મદ શમી હૈદરાબાદ થી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે જ તેમની ગાડીની ટ્રક સાથે ટક્કર થઇ ગયી. મોહમ્મદ શમીના માથા પર કેટલાક ટાંકા લેવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ ઠીક થઇ ગયા છે. હવે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના પતિને મળવા માંગે છે.

પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની લડાઈ શમીએ તેમની સાથે જે પણ કર્યું તેના વિરુદ્ધ છે પરંતુ તેઓ પતિને શારીરિક રીતે ઘાયલ થતા નહીં જોઈ શકે. ભલે શમી મને પત્ની તરીકે નહીં ચાહે પરંતુ હું તેમને પ્રેમ કરું છે કારણકે તેઓ મારા પતિ છે.

શમી માટે પ્રાર્થના કરશે

શમી માટે પ્રાર્થના કરશે

પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ શમી માટે પ્રાર્થના કરશે. એટલું જ નહીં પરંતુ તેઓ પોતાની દીકરી સાથે શમીને મળવા માટે આતુર છે. પરંતુ તેમની સાથે સંપર્ક કરવાના બધા જ પ્રયાસ નિષ્ફળ રહ્યા .છે તેમને કહ્યું કે તેઓ ફોન પર શમી સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ શમી તેમના ફોનનો કોઈ જ જવાબ આપી રહ્યા નથી. એટલું જ નહીં પરંતુ તેમના પરિવારના લોકો પણ મારી સાથે વાત નહીં કરી રહ્યા અને મને જણાવી પણ નથી રહ્યા છે કે શમી હમણાં ક્યાં છે.

ગંભીર આરોપો

ગંભીર આરોપો

પત્ની હસીન જહાં પોતાના પતિ પર અવિવાહિત સંબંધ, ઘરેલુ હિંસા અને જાનથી મારી નાખવા જેવા ગંભીર આરોપો લગાવી ચુકી છે. હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર મેચ ફિક્સિંગ કરવા માટે પણ આરોપ લગાવ્યો હતો. બીસીસીઆઈ તરફ થી ફિક્સિંગ મામલે શમીને ક્લીન ચિટ મળી ચુકી છે.

તલાક નહીં આપે પરંતુ કોર્ટ સુધી લઇ જશે

તલાક નહીં આપે પરંતુ કોર્ટ સુધી લઇ જશે

પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ક્યારેય પણ એક પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. તેમને આગળ જણાવ્યું કે શમી બહુ મોટો ફ્લર્ટ કરનાર છે. તે શમી ને તલાક નહીં આપે પરંતુ કોર્ટ સુધી લઇ જશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Hasin jahan wants meet mohammed shami after road accident

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.